અયોધ્યાની વિવાદીત જગ્યા પર જ બનશે રામ મંદિર, સુપ્રીમ કોર્ટનો ચુકાદો

New Update
અયોધ્યાની વિવાદીત જગ્યા પર જ બનશે રામ મંદિર, સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સમગ્ર દેશની

જેના પર નજર હતી તેવા અયોધ્યાની વિવાદીત જગ્યાનો ચુકાદો સુપ્રિમ કોર્ટે  જાહેર કરી દીધો છે. અયોધ્યાની વિવાદિત

જગ્યા ઉપર જ રામ મંદિરનું નિર્માણ કરાશે જયારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ મસ્જિદ

બનાવવા માટે પાંચ એકર જગ્યાની ફાળવણી કરાશે. 

અયોધ્યા જમીન

કેસમાં 40 દિવસની

સુનાવણી બાદ સુપ્રિમ કોર્ટે શનિવારના રોજ તેનો ચુકાદો જાહેર કર્યો છે. શુક્રવારે

રાતથી જ દેશભરમાં ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. દેશમાં કાયદો અને વ્યવસ્થાની

સ્થિતિ જળવાઇ રહે તે માટે સુરક્ષા વધારી દેવામાં આવી હતી. દેશના ચીફ જસ્ટીસ રંજન

ગોગોઇ તથા તેમની બેચે શનિવારના રોજ સર્વ સહમતિથી પોતાનો ચુકાદો આપ્યો હતો. અયોધ્યા

મુદે અપાયેલા ચુકાદામાં વિવાદીત જગ્યા હીંદુ પક્ષને ફાળવી દેવામાં આવી છે જયારે

મુસ્લિમ પક્ષને અયોધ્યામાં યોગ્ય અને કાયમી જગ્યાએ મસ્જિદ માટે 5 એકર જમીન ફાળવાશે. આ જમીન કેન્દ્ર સરકાર અથવા

રાજ્ય સરકાર આપે તેમ સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું છે. રામ મંદિરના

નિમાર્ણ માટે ત્રણ મહિનામાં કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.

Latest Stories