અરવલ્લી : જગતના તાતના માથે કુદરતનો વ્રજઘાત, કમોસમી વરસાદથી ખેતીને નુકશાન

New Update
અરવલ્લી :  જગતના તાતના માથે કુદરતનો વ્રજઘાત, કમોસમી વરસાદથી ખેતીને નુકશાન

અરબી સમુદ્રમાં સર્જાયેલા કયાર વાવાઝોડાના કારણે

સમગ્ર રાજયમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં

ખેડૂતોની હાલત કફોડી બની ચુકી છે. 

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીને મોટા પાયે નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે ત્યાર અરવલ્લી જિલ્લામાં પણ મોડી સાંજ ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અરવલ્લી જિલ્લામાં મંગળવાર મોડી રાત્રે પાંચ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો, જેમાં મોડાસામાં 45 મિ.મી, બાયડ 55 મી.મી, મેઘરજ 12 મી.મી, ધનસુરા 21 મી.મી, અને માલપુરમાં 15 મી.મી જેટલો વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાન થયું છે. કપાસ, મગફળી, સોયાબીન તેમજ અળદનો પાક નાશ થવાના એંધાણથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. મોડાસા તાલુકાના રખિયાલ પંથકમાં પાલપુર, કેસપુરા કંપા, મોહનપુર કંપા સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ કરેલા કપાસ તેમજ મગફળીનો પાક નષ્ટ થતાં ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, કુદરત ભલે રૂઠી હોય પણ, સરકાર તેમની સામે જુએ...  કનેકટ ગુજરાત સાથે ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી..

Latest Stories