અરવલ્લી જિલ્લામાં 2.96 લાખ બાળકોની કરાશે આરોગ્ય તપાસણી

New Update
અરવલ્લી જિલ્લામાં 2.96 લાખ બાળકોની કરાશે આરોગ્ય તપાસણી

ગત વર્ષે હ્રદય રોગના 259 બાળકોને સારવાર અપાઇ

અરવલ્લી જિલ્લામાં આગામી 25-11-2019 થી 30-01-2020

સુધી નવજાત શિશુ થી 18 વર્ષ સુધીના તમામ બાળકોની આરોગ્ય તપાસ કરી સારવાર આપવામાં

આવશે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં ઇન્ચાર્જ કલેક્ટર અનિલ ધામેલીયાની અધ્યક્ષતામાં

શાળા આરોગ્ય તપાસણી તેમજ સારવાર અંગે બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગના

અધિકારી ડૉ. અમરનાથ વર્મા, શિક્ષણ વિભાગ, વન વિભાગ, સિંચાઇ વિભાગ, પશુપાલન વિભાગના

અધિકારીઓ જોડાયા હતા. શાળા આરોગ્ય કાર્યક્રમ 2019-20 અંત્રગત આરોગ્ય, શિક્ષણ, પંચાયત, પુરવઠા, વન વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલનથી પ્રથમ દિવસે સ્વચ્છતા, બીજા દિવસે આરોગ્ય ચકાસણી, ત્રીજા દિવસે પોષણ દિવસ, ચોથા દિવસે તબીબી તપાસ અને પાંચમા દિવસે સાંસ્કૃતિક

કાર્યક્રમ આરોગ્ય, શિક્ષણ અને પંચાયત

દ્વારા યોજવામાં આયોજિત કરાયા છે.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

અરવલ્લી જિલ્લામાં શાળા આરોગ્ય તપાસ અંત્રગત

જિલ્લામાં કુલ 3128 સંસ્થાઓમાં 2,96,234 બાળકો અભ્યાસ કરે છે. જેમાં પ્રાથમિક શાળામાં કુલ 1,47,521, ઉ. માધ્યમિક શળાના

કુલ 55,514, આંગણવાડીના કુલ 85,613, અન્ય શાળાના કુલ 6,957, તેમજ શાળાએ ન જતાં 629 જેટલા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે. આ માટે

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 446 ટીમ બનાવાઇ છે, જેમાં 9,907 જેટલા કર્મચારીઓ

શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં જોડાશે.

વર્ષ 2018-19માં અરવલ્લી જિલ્લામાં કુલ 2,93,988 બાળકોની શાળા આરોગ્ય કાર્યક્રમ

અંતર્ગત તપાસ તેમજ સારવાર કરવામાં આવી હતી, જેમાં હ્રદય રોગના

કુલ 259 બાળકોને સારવાર આપી હતી અને 49 બાળકોના ઑપરેશન કરવામાં આવ્યા હતા. તો

કિડની રોગના 45 બાળકોને સારવાર આપવામાં આવી જેમાંથી 3 બાળકોના ઓપરેશન કરાયા હતા.

તેવી જ રીતે કેન્સર રોગના કુલ 25 બાળકોને સારવાર અપાઇ જેમાંથી 1 બાળકનું ઓપરેશન

કરવામાં આવ્યું હતું.

Latest Stories