/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/05175946/maxresdefault-50.jpg)
અરવલ્લી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી.
મોડાસા નજીક એક ખાનગી બસનું ટાયર ફાટતાં બસ નદીમાં ખાબકતાં રહી ગઇ હતી. જેથી બસમાં
સવાર 56 જેટલા
મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. બસનું ટાયર ફાટયું તે સ્થળથી નદીનું અંતર માત્ર 50 મીટર જેટલું જ હતું.
વડોદરા જીલ્લાના માલસર તાલુકાના માંડવા-શિનોર ગામના લોકો અજમેરથી પરત ફરી રહ્યા હતા, તે દરમ્યાન ચાલુ બસે મોડાસાના ઇસરોલ નજીક રસ્તામાં ટાયર ફાટતા બસમાં સવાર સવાર મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ટાયર ફાટતાં બસમાં સવાર 56 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.બસનું ટાયર ફાટયું તે સ્થળથી નદીનું અંતર માત્ર 50 મીટર જેટલું જ હતું.
મુસાફરોના જણાવ્યા અનુસાર, તેઓ જ્યારે અજમેર જઇ રહ્યા હતા ત્યારે પણ આ જ ટાયર ફાટ્યું હતું અને ડ્રાઇવરને નવું ટાયર લગાવવા માટે જણાવ્યું હતું, પણ બસ સંચાલકની બેદરકારીથી જૂનું ટાયર લગાવી દેવાતા અજમેરથી પરત ફરતી સમયે ફરીથી આ જ ટાયર ફાટતા બસમાં સાવર મુસાફરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. સમગ્ર ઘટનામાં ટુર સંચાલકની બેદરકારીનો મુસાફરોએ આક્ષેપ કરતાં મુસાફરો અને બસ સંચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.