અરવલ્લી : શામળાજીના મેળે રણઝણિયું રે પૈઝણિયું વાગે....નિહાળો ભાતીગળ મેળો

New Update
અરવલ્લી :  શામળાજીના મેળે રણઝણિયું રે પૈઝણિયું વાગે....નિહાળો ભાતીગળ મેળો

ગુજરાત

રાજયમાં વિવિધ સ્થળોએ યોજાતા ભાતીગળ મેળાઓ વિશ્વભરમાં નામના ધરાવે છે. કારતકી

પુર્ણિમાના દિવસે ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે જયારે અરવલ્લીના શામળાજી ખાતે ભરાતા

મેળામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. શામળાજી ખાતે ભરાતા મેળા વિશે વિશેષ

અહેવાલ ………..

ગુજરાત તેની

સંસ્કૃતિ, કલા અને લોક

મેળાઓ વિશ્વ ભરમાં પ્રચલિત છે. શામળાજીમાં કારતક સુદ પૂનમના રોજ ભરતા કાર્તિકી

પૂનમનો મેળામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. અગિયારસથી શરૂ થતાં પાંચ દિવસના

મેળામાં પાંચ લાખ જેટલા દર્શનાર્થીઓ આવે છે. અહીં મંદિરમાં બિરાજતા ગદાધર શ્રી

કૃષ્ણ ભગવાની પ્રતિમાના દર્શન કરી ભક્તો કાન્હાના ભક્તિ રસમાં જાણે રંગાઈ જતાં હોય

તેવો અહેસાસ કરે છે. મહિલાઓ ભજનની રમઝટ બોલાવી કૃષ્ણ ભકિતમાં લીન બની જાય છે. 

શામળાજીમાં

બિરાજતા ભગવાન કૃષ્ણ  આદિવાસી

પ્રજાના આરાધ્ય દેવ છે અને તેઓ  ભગવાનને કાળિયા દેવ તરીકે પૂજે છે. મેળામાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશથી ભકતો મેળામાં

ઉમટી પડે છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓ ખાસ નાગધરા કુંડમાં સ્નાન કરે છે. એક

માન્યતા મુજબ માનવી કે અન્ય પ્રાણીઓના અસ્થ નાગધરામાં નાખવામાં આવે છે અને તેના

નામથી શ્રાદ્ધ કરવામાં આવે છે, તે દેહધારી જીવાત્માઓને ફરી જન્મ લેવો પડતો નથી અને તેને મોક્ષની પ્રાપ્તિ

થાય છે. મેશ્વો અને પીંગા નદીનું સંગમ સ્થાન નાગધરા તરીકે ઓળખાય છે.

Latest Stories