આ ગુજરાતી ફિલ્મોના નામ વાંચીને તમે પણ હસીને લોટપોટ થઇ જશો

New Update
આ ગુજરાતી ફિલ્મોના નામ વાંચીને તમે પણ હસીને લોટપોટ થઇ જશો

એક સમયે ગુજરાતી ફિલ્મ જગતમાં માનવીની ભવાઇ, ભવની ભવાઇ જેવી ભવ્ય ફિલ્મો બનતી હતી.જ્યારે હાલના સમયમાં ગુજરાતી ફિલ્મો પર નજર નાંખીએ તો ખ્યાલ આવે કે ફિલ્મોમાં આપણું સ્તર કેટલું નીચું ઉતરી ગયું છે. કેટલીક ઘણી ગાંઠી ફિલ્મોને બાદ કરતાં અમુક ફિલ્મોના તો નામ જ એવા હોય છે કે નામ જોઇને જ હસવું છૂટી જાય. તો ચાલો એક નજર કરીએ એવી ગુજરાતી ફિલ્મો પર જેનું નામ જ તમને હસાવી હસાવીને લોટ પોટ કરી દેશે.

મને મર્સિડિઝ લાગે તારી રિક્ષા

658c901c-2be1-4865-bdaf-a1eb78c9be01

આ ફિલ્મનું નામ મર્સિડિઝવાળા વાંચી લે તો બિચારા આત્મહત્યા કરી લે. મર્સિડિઝ અને કારમાં કોઇ ફેર જ નહી બોલો.

અમે બીડી પીવાના!

b193090d-c351-437f-bc28-37b3170ac651

હાલમાં ધુમ્રપાન કરતો સીન આવે તો પણ લખેલુ આવે છે કે આ હીરો કે હીરોઇન ધુમ્રપાનને સપોર્ટ નથી કરતા ત્યારે આ ફિલ્મના તો ટાઇટલમાં જ ખુલ્લમ ખુલ્લા કહેવામાં આવ્યું છે કે અમે બીડી પીવાના (થાય તે કરી લ્યો)

ડ્રાઇવર દિલવાળો

78d6c67d-71af-40ce-a759-c349eb4a4d68

ભગવાન જાણે કેમ પણ ગુજરાતી ફિલ્મ બનાવનારોઓને ડ્રાઇવરો અને રિક્ષા, છકડા પ્રત્યે વધારે પ્રેમ ઉભરાય છે. ડ્રાઇવર દિલવાળો તો શું બીજા બધા દિલ વગરના છે.

રાધા તને લવ કરું કે બે વિઘા ધઉં કરું

c560a538-b38d-495e-841f-f444dcb185fc

આ ફિલ્મના ટાઇટલમાં હીરો જાણે કે હિરોઇનને કહે છે કે તારા પાછળ ટાઇમ બગાડુ એટલામાં તો મારા બે વિઘામાં ઘઉં ના ઉગાડી દઉં!

પ્રીત ઝૂકે નહીં સાથ છૂટે નહીં

efc00575-3fb8-4acb-a621-472990a8215b

વર્ષો પહેલાં એક હિન્દી ફિલ્મ આવી હતી પ્યાર ઝૂકતા નહી પણ બધી વાતે પૂરા એવા ગુજરાતીઓએ એમાં વળી નવુ ઉમેર્યુ, પ્રીત ઝૂકે નહી અને સાથ છૂટે નહી. મતલબ કે પ્રીત તો નહી જ ઝૂકે પણ સાથે સાથ ય નહી છૂટે.

દલડું દીધું મેં કારતકનાં મેળામાં

આ ફિલ્મના ટાઇટલ વાંચીને એવુ લાગે છે કે ભાઇ કારતકના મેળામાં ફરવા ગયા અને એટલી મોજ કરી કે કે દલડુ મેળામાં જ રહી ગયું.

છોગાળા છગનનો વરઘોડો

a25429ea-fa35-4168-b41b-e4c9d88cbc54

લ્યો કરો વાત વરઘોડા પર આખી ફિલ્મ બનાવી દીધી છે.

રસિયા તારી રાધા રોકાણી રણમાં

70cdb664-e2f3-482a-b8e4-9a5e9a1cffbf

આ ફિલ્મનું ટાઇટલ વાંચીને એક વિચાર આવે કે રાધા રણમાં શું કરવા રોકાણી હશે.

લોહીનો નહીં એ કોઇ નો નહીં

આ ફિલ્મના ટાઇટલ પરથી તો ચહેરા સામે ડ્રેક્યુલા જ દેખાય.

પારકું બૈરૂ વ્હાલુ લાગે

5b746415-8ac0-4355-8312-3d570a8e4161

ફિલ્મના ટાઇટલમાં જ ઘણાં પુરુષોના મન કી બાત કરવામાં આવી છે. લોકો ટાઇટલ જોઇને જ ફિલ્મ જોવા લલચાઇ જાય.

રિક્ષાવાળા આઇ લવ યૂ

7355746a-179a-492e-bb3b-3ab974ebff13

ખરેખર ગુજરાતી ફિલ્મો બનાવનારાઓના લીધે રિક્ષાવાળાઓની વેલ્યુ મર્સિડિઝવાળાઓ કરતા પણ વધી ગઇ છે

આ સિવાય પણ અનેક ફિલ્મો છે જેમકે "મંગુડી માનતી નથી", "મરદનો માંડવો", "ટીમલી", "સરહદની પાર મારી રાધા", "દોઢ ડાહ્યા" વગેરે.

Latest Stories