/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/Untitled-1-copy-2-1.png)
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ માટે વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો અને મહોત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે, અને તેમનો ઉદ્દેશ શિક્ષણનું સ્તર ઊંચું આવે તેવો હોય છે, પણ લાખો રૂપિયાના આંધણ બાદ પણ શિક્ષણના સ્તરમાં સુધારો જોવા નથી મળતો. રાજ્યના 3 અને ૪ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને વાંચતા લખતા નથી આવડતું તેવો એકરાર રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આણંદ જિલ્લાના બાકરોલ ખાતે યોજાયેલ એક ખાનગી કાર્યક્રમમાં કર્યો હતો.
આણંદ જીલ્લાના બાકરોલ ખાતે શિક્ષકો માટે સંસ્કાર-શિક્ષણ ગૌરવ સમારોહ યોજાયો હતો. જેમાં જીલ્લામાંથી મોટા ભાગના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલાં રાજયના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણને લગતી જુદી જુદી વાતો કરી હતી. જેનાથી શિક્ષકોમાં સતત સ્મિત લહેરાઈ રહ્યું હતું, પરંતુ વધુમાં શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, ઘણા લોકો મને પૂછે છે કે રાજ્યના ૩ અને ૪ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને વાંચતા લખતા આવડતું નથી, તો મારે શું જવાબ આપવો..? પણ હું તમારા બધા વતી વકીલાત કરી લઉં છું, અને તમારા વતી હું વકીલાત કરું છુ તો મને તેની ફી પણ આપના થકી મળવી જોઈએ અને તે પણ શિક્ષણમાં ગુણવત્તાના રૂપે તેમ જણાવ્યું હતું.