New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13204505/AND.jpg)
આણંદ પાસેના સામરખા ગામે ૪૨ વર્ષીય મહિલાને તેના પતિએ વારસામાં મળેલું ઘર પચાવી પાડવા માટે ગળે ટુંપો દઇ હત્યા કરી નાંખી છે. મૃતકની પુત્રીએ માતા સાથે બીજા લગ્ન કરનારા પતિ સામે શંકા વ્યકત કરી હતી. બે દિવસ પૂર્વે આણંદ પાસે હવે સામરખા ગામે રહેતી ૩૨ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ બાદ મૃતકની પુત્રીએ રંગપુર પોલીસ મથકે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી ત્યારબાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતાં ગળુ દબાવીને હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસની તપાસમાં મૃતક મહિલાના આ બીજા લગ્ન થયા હોવાનું સામે આવ્યું હતું. પોતાની માતા સાથે ફરી લગ્ન કરેલા પતિ પર શંકા વ્યક્ત કરી હતી રૂરલ પોલીસે મહિલાના પતિને પૂછપરછ દરમિયાન પોતે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું
Latest Stories