આર.ડી.બર્મનની 78મી જન્મજયંતિ,ગુગલે પણ ડુડલ થકી મનાવ્યો પંચમદા નો જન્મ દિન

New Update
આર.ડી.બર્મનની 78મી જન્મજયંતિ,ગુગલે પણ ડુડલ થકી મનાવ્યો પંચમદા નો જન્મ દિન

“યમ્મા યમ્મા યે ખૂબસુરત શમા” આ ગીત કદાચ દરેકને યાદ હશે.તેના ગાયક અને મહાન મ્યુઝિક કમ્પોઝર રાહુલ દેવ બર્મન ઉર્ફે આર.ડી.બર્મન ઉર્ફે પંચમદાની આજે જન્મજયંતિ છે. પંચમદાના નિધનને 2 દાયકા પસાર થવા છતાં આજે પણ તેમના કર્ણપ્રિય સંગીતને કારણે તેઓ લોકોના હ્રદયમાં જીવંત છે.

Advertisment

1960 થી 1990 સુધી દરમિયાન તેમણે 331 ફિલ્મો માટે સંગીત આપ્યું હતું.તેમજ કેટલાક ગીતો પણ ગાયા હતા.કિશોર કુમાર સાથે જોડી બનાવી તેમણે ઘણાં હીટ ગીતો આપ્યા હતા. જેમાંથી મોટાભાગના રાજેશ ખન્ના પર ફિલ્માવવામાં આવ્યા હતા.પંચમદાએ તેમની અર્ધાંગિની આશા ભોંસલે સાથે પણ ઘણાં અદભૂત ગીતો આપ્યા હતા.

b40d5036-5d4b-44e6-bce3-4d18c584265f

પંચમદાનો જન્મ 27 જૂન,1939માં કલકત્તામાં થયો હતો. તેમના પિતા બોલિવૂડના જાણીતા સંગીત કમ્પોઝર સચિન દેવ બર્મન હતા.

એક મ્યુઝિક ડાયરેક્ટર તરીકેની સૌથી પહેલી સફળતા તેમને ફિલ્મ ‘તીસરી મંઝીલ’માં મળી હતી. રાજેશ ખન્નાની સુપરહીટ ફિલ્મ ‘આરાધના’માં આર.ડી.બર્મનના પિતા એસ.ડી.બર્મન મ્યુઝિક આપી રહ્યા હતા.પરંતુ તેમની તબિયત ખરાબ થતાં ‘આરાધના’ ફિલ્મના બે સુપરહીટ ગીતો “મેરે સપનોકી રાની કબ આયેગી તુ” અને “કોરા કાગઝ થા યે મન મેરા”નું સંગીત આર.ડી.બર્મને આપ્યું હતું. જે બંને ગીતોએ પાછળથી ધૂમ મચાવી હતી.દેવ આનંદની ફિલ્મ ‘હરે રામા હરે ક્રિષ્ના’માં આશા ભોંસલેએ ગાયેલુ અને આર.ડી.બર્મને કમ્પોઝ કરેલુ “દમ મારો દમ” પણ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.

91bf63c6-c5cd-4d79-9bbd-1d190c976393

પંચમદા નવી જનરેશનની નસને પારખીને મ્યુઝિક બનાવતા હતા. હિન્દી ફિલ્મ ઉદ્યોગના સંગીતમાં તેમણે જાણે એક ક્રાંતિ આણી હતી.

આજે પંચમદાની જન્મ જયંતિ પર ગુગલે પણ એક ખાસ ડુડલ દ્વારા તેમનો જન્મદિન મનાવ્યો છે.

Latest Stories