આળસુ પુસ્તક ન છપાવે એવું કોઈ હવે નહી કહે : મીનળ દવે

New Update
આળસુ પુસ્તક ન છપાવે એવું કોઈ હવે નહી કહે : મીનળ દવે

“ જેની સાત્વિક ઈર્ષા થાય,વિદ્યાર્થીઓના લોકપ્રિય અધ્યાપક, શબ્દ સાથે સત્તર ભવનું લેણું, એવા વિદ્યાર્થીની જેમના સંશોધનોથી ગુરુને સીખવા મળે” ઈ શબ્દો શરીફાબહેન વીજળીવાળાના ૨૪૧મી બુક લવર્સ મીટમાં રવિવાર, તા.૧૪ મી મે ૨૦૧૭, સવારે ૧૧ના ટકોરે હતા.

પુસ્તકપ્રેમીઓએ કાવત્રું કરવું પડ્યું. ષડ્યંત્ર,પેંતરો રચવો પડ્યો. સમાજમાં જે શ્રેષ્ઠ છે, આપણી આસપાસ છે, આપણી જાણમાં છે, એનું માન-સન્માન કરવાનું ટાળીયે, ચુકી જઈએ તો જન્મારો લજવાય. મીનળ દવે સર્જીત એમનો ડોક્ટરેટનો થિસીસ પુસ્તક રૂપે પ્રકાશિત કરવાની અનિવાર્યતા ઊભી થઇ, કારણ તફડંચી કરવામાં કહેવાતા વિદ્યાપ્રેમીઓ પાવરધા એની જાણ થતાં જ માર્ચ ૨૦૧૭માં સુરતમાં નક્કી થયું. શરીફાબહેને મીનળબહેનને ઘમકાવ્યા, મનાવ્યા, રાજી કર્યા, એ સાથે એમનો વાર્તા સંગ્રહ પ્રસિધ્ધ કરવો જેમાં ૧૩ વાર્તાઓ છપાઈ. નામ આપ્યું ‘ઓથાર’. પી.એચ.ડી.ના થીસીસના પુસ્તકનું નામ : સાહિત્ય: સમાજનો આયનો. પ્રકાશક :અરુણોદય પ્રકાશન, અમદવાદ.

publive-imageવિમોચનકર્તા માન.શ્રી શિરીષભાઈ પંચાલે કહ્યું કે મારા વર્ગમાં એક નવી વિદ્યાર્થીની આવી.મેં એની આંખોમાં નવી ચમક જોઈ.આજ સુધી એ છાપ એણે જાળવી રાખી. પુરાણોમાં કહ્યું છે વિદ્યા પામવી હોય તો અવિદ્યા શું છે તે સમજવું પડે? અવિદ્યામાંથી બચવા માટે વિદ્યા પાસે જવું પડે,જ્ઞાન સિંચન કરવા માટે છે, વ્યક્ત કરવા માટે નથી. ઋગ્વેદની ઋચામાં છે: અમને સર્વ દિશાઓમાંથી શુભવિચારો મળે, જે શ્રોતા બને છે, તે નાયક છે. ઉદાહરણ મહાભારતનો યુધિષ્ઠિર. તમારા વ્યક્તિત્વને સમૃધ્ધ કર્યા પછી પાછું આપવું એ નૈતિક ધર્મ છે. રવિન્દ્રનાથ ટાગોરે કહેલું પ્રકૃતિ પાસે જે મેળવો એ પાછું આપો. જો ન આપીએ તો અપરાધી બનીયે. અપરાધભાવમાંથી મુક્ત થવા આપો. જે સાચો ગુરુ છે તે નમ્રતાને પામે છે. આ મામેટીક થીયરી છે, હાથ કંગન તો અરસી ક્યા? સાહિત્ય કૃતિને પામવા જુદા જુદા દ્રષ્ટિકોણથી તપાસવી પડે. જે સાહિત્યકૃતિનો સમાજ સાથે સંબંધ નથી તે અર્થહિન છે. અર્થસભર બનાવવાના ઓજાર સર્જક પાસે હોવો જોઈએ. એમાં વિદ્વતા નહિ કૃતિ સાથેનો સેતુબંધ જોડવાનું સુકાર્ય છે. વક્રીભવન કરવાનું છે. અવ્યક્તને વ્યક્ત કરવાનું છે. સંજોગો, ક્ષમતા, કામના, સંવેદના જોઈએ. સંવેદનશીલતા દુઃખ પમાડે, અનુકંપા જોઈએ, જેની નવી પેઢીમાં ઉણપ વર્તાય છે. મીનળ દવેમાં જે મૂલક છે તે બમણું, તમણુ થાય, એકલપેટા નહિ બનવું,સમાજને પ્રદાન કરવું.

શરીફાબહેને જણાવ્યું આપણે વાતો બહુ કરીયે છીએ. એ વાતોની વાર્તા લખવી એ કામ મીનળે કર્યું છે. ડેનિસભાઈએ ‘ઓથાર’ની એટલી સુંદર છણાવટ કરી કે કરતલધ્વનિના હકદાર થયા. એમ.એ. વિથ ઈંગ્લીશ કરી ડોક્ટરેટ તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતીમાં કવિતાઓ લખે છે. હવે વારો આવ્યો મીનળબહેનનો. પ્રતિભાવ આપવાનો. ના, ના પાડતા પોડીયમ પર આવ્યા. હર્ષાશ્રુ સાથે એટલું જ બોલ્યા આજે ‘કેવળ મૌન’. માન.પુષ્પાબહેન પટેલના હઠાગ્રહના કારણે ફરી પોડીયમ પર આવ્યા- સૌનો આભાર માન્યો અને છેલ્લે કહ્યું, “આવા કાવત્રા ક્યારેક સારા લાગે. આજે આંખ અને આંખમાં ભીનાશ.

publive-image

સમાપન કરતા શરીફાબહેને કહ્યું પાંચ વર્ષની મીનળબહેનની પૌત્રી સ્વરા અને ૯૬ વર્ષના પુષ્પાબહેનની હાજરીમાં આ વિમોચન કાર્યક્રમ ઉત્સવ બની ગયો.

પુષ્પાબહેને રાષ્ટ્રગીત પૂર્વે કહ્યું આટલી કાળઝાળ ગરમીમાં જે શબ્દો આ સંસ્કાર ભારતી હોલમાં બોલાયા એ સાંભળી ઇથરના પોતા જેવી ઠંડક આપી. (ભરૂચમાં વીજળીકાપ સવારે ૮ થી ૬ સુધી હતો. પ્રીમોનશુન કામગીરીના કારણે ) અસ્તુ..

Latest Stories