/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-254.jpg)
મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટની “સિલ્વર જયબલી”ની ઉજવણીના ભાગ રૂપે મુન્શી વિદ્યાધામમાં ઈન્ડિયન આર્મીના જવાનો માટે દિવાળીની શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો.મુન્સી (મનુબરવાલા) મેમોરીયલ ચેરીટેબલ ટ્ર્સ્ટ સંચાલિત મુન્શી મહિલા બી,એડ, કૉલેજ. હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈ દ્વારા તા.૨૪-૧૦-૨૦૧૯ના રોજ ઈન્ડિયન આર્મીના ભૂમિદળ, હવાઈદળ અને નૌકાદળનાં જવાનો માટે દિવાળીની શુભકામનાઓ માટે દિવાળીના ૭૦૦ જેટલા ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં બાળકો દ્વારા ૭૦૦ જેટલા ગ્રીટીંગ્સ કાર્ડને શાળા, કોલેજમાં પ્રદર્શીત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્ર્મમાં ભરૂચ જિલ્લા પોલીસ આધિક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરના ગ્રીટીંગ્સ કાર્ડ પસંદ કરી તેમને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ૫૦૦ ગ્રીટીંગ્સ કાર્ડને કુરિયર દ્વારા ભૂમિદભ, નૌકાદળ અને હવાઈદળના જવાનોને માકલી આપવામાં આવ્યા હતા. આવા કામ બદલ ભરૂચ જિલ્લા ડી.એસ.પી. રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ મુન્શી ટ્રસ્ટની કામગીરીને બીરદાવી હતી અને ભવિષ્યમાં ઈન્ડિયન આર્મીના નવજવાનોનો જોશ વધારવા માટે આવા કાર્યો કરી લોકપ્રેરણા ફેલાતી રહે અને લોકજાગૃતતા કેળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેમ જણાવ્યું હતું. પ્રોગ્રામના અંતમાં મુન્સી ટ્રસ્ટના સભ્ય સલીમભાઇ અમદાવાદી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.