આસામ : નાગરિકતા સંશોધન બિલ સામે વિરોધ પ્રદર્શન બન્યું તીવ્ર, AASU દ્વારા કરાયું બંધનું એલાન

New Update
આસામ : નાગરિકતા સંશોધન બિલ સામે વિરોધ પ્રદર્શન બન્યું તીવ્ર, AASU દ્વારા કરાયું બંધનું એલાન

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થયા બાદ આસામમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આસામમાં, ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) એ ડિબ્રુગઢ માં નાગરિકતા સંશોધન બિલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમય દરમિયાન, ત્યાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ ટાયરો પણ બળ્યા હતા. આ ઉપરાંત નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઇજેશન (NESO) અને ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) એ પણ આ બિલ પસાર થવાની વિરુદ્ધ 12 કલાકના બંધની હાકલ કરી છે. જે બાદ આજરોજ ગુવાહાટીમાં દુકાનો ખોલવામાં આવી ન હતી.

publive-image

ગૃહ મંત્રી અમિત શાહે: મુસ્લિમોને આ બિલ સાથે કંઈ લેવાદેવા નથી.

નાગરિકતા સંશોધન બિલ સોમવારે રાત્રે 12 વાગ્યે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. મેરેથોનમાં 12 કલાકની ચર્ચા બાદ થયેલા મતદાનમાં 311 મતો તરફેણમાં અને સામે 80 મત મળ્યા હતા. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ પહેલા વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે મુસ્લિમોને આ બિલ સાથે કંઈ લેવાદેવા નથી. આ બિલ ક્યાંયથી ગેરબંધારણીય નથી અને આર્ટિકલ 14 નું ઉલ્લંઘન પણ કરતું નથી. તે ફક્ત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના પીડિત લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડવા માટે લાવવામાં આવ્યું છે.

શશી થરૂરે કહ્યું કે આપણા બંધારણ માટેનો આ કાળો દિવસ છે

કોંગ્રેસ સહિત કેટલાક

વિરોધી પક્ષો પહેલેથી

તેનો વિરોધ કરી રહ્યા

હતા. લોકસભામાં બિલ પસાર થયા બાદ કોંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું કે આજે આપણા

બંધારણ માટેનો કાળો

દિવસ છે કારણ કે જે

બન્યું તે ગેરબંધારણીય હતું. સ્વાભાવિક છે કે તે મુસ્લિમ સમુદાયને નિશાન બનાવે છે, તે ખૂબ જ શરમજનક છે. તે જ સમયે, બિલ પર ચર્ચા દરમિયાન ગૃહ પ્રધાન અમિત

શાહે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપ્યો અને કહ્યું કે ભારતમાં ધર્મના આધારે કોઈ

ભેદભાવ નથી. તેમણે કહ્યું કે દેશમાં શરણાર્થીઓના રક્ષણ માટે પૂરતા કાયદા છે.

અમિત શાહે 1950 માં

નહેરુ-લિયાકત કરારનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો નથી.

તેમણે પુનરોચ્ચાર કર્યો કે જો દેશને ધર્મના આધારે વહેંચવામાં ન આવ્યો હોત તો

ખરડાની જરૂર ન હોત. ગૃહ પ્રધાને કહ્યું કે, 1947 માં પાકિસ્તાનમાં લઘુમતીઓની વસ્તી 23% હતી, જે 2011 માં ઘટીને 3.7% થઈ ગઈ.

બાંગ્લાદેશમાં લઘુમતીઓની વસ્તી 1947 માં 22% હતી, જે 2011 માં ઘટીને 7.8% થઈ ગઈ. જ્યારે 1951 માં દેશમાં 8.8%

મુસ્લિમો હતા જે વધીને ૧૪.૨3% થઈ ગયા છે.

Latest Stories