ઈસરો 31 ઉપગ્રહો એક સાથે લોન્ચ કરશે

New Update
ઈસરો 31 ઉપગ્રહો એક સાથે લોન્ચ કરશે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) નવા વર્ષની શરૂઆત એક મહત્વકાંક્ષી અંતરિક્ષ અભિયાનની સાથે કરશે, ઈસરોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે 10 જાન્યુઆરી 2018માં એક સાથે 31 કુત્રિમ ઉપગ્રહોને અંતરિક્ષમાં ,મોકલવામાં આવશે,આ 31 ઉપગ્રહોમાં ભારતનો અર્થ ઓબજર્વેશન સેટેલાઈટ કાર્ટોસેટ- 2 પણ શામિલ છે.

ઇસરોનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે 10 જાન્યુઆરી 2018માં આ મિશન લોન્ચ કરવાની તારીખ નક્કી કરાઈ છે.આમાં મુખ્ય પેલોડ ભારતનું સેટેલાઈટ કાર્ટોસેટ - 2 છે.આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પર થી પીએસએલવી - સી 40 ને લોન્ચ કરવામાં આવશે,આ મિશનમાં 28 વિદેશી નૈનો સેટેલાઈટની સાથે ભારતની કાર્ટોસેટ - 2 એક નેનો સેટેલાઈટ અને માઈક્રો સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.

Latest Stories