/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault5.jpg)
ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે હેમદપુર-માંડવી ચેક
પોસ્ટ પર દીવથી આવી રહેલાં બાઈક સવારે સાયકલ ચાલક અને રાહદારીને અડફેટે લીધો હતો.
આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. દીવથી આવી રહેલો
બાઇક ચાલક નશામાં ધુત હોવાનું જાણવા મળી રહયું છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે હેમદપુર-માંડવી ચેક
પોસ્ટ પાસે દીવથી આવી રહેલ બાઈક ચાલકે રસ્તા પરથી પસાર થતાં એક રાહદારી અને સાયકલ
સવારને અડફેટે લીધો હતો. જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
ગઈ હતી.હેમદપુર-માંડવી ચેક પોસ્ટ પાસે અકસ્માત સર્જ્યા બાદ ઘટના સ્થળ પર હાજર
પોલીસ અને અન્ય લોકોએ બાઈક ચાલકને સ્થળ પર જ ફટકાર્યો હતો. જે તમામ દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં
કેદ થયા હતા. સદનસીબે સમગ્ર ઘટનામાં સાયકલ સવારને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
બાઈકચાલક નશામાં ધૂત હોય તેવું પણ સ્થાનિકો દ્વારા સાંભળવા મળ્યું હતું.