એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળવા જઇ રહ્યો છે :ભગતસિંહ

New Update
એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળવા જઇ રહ્યો છે :ભગતસિંહ

"ખેતરમાં અનાજ પેદા કરનારો ભૂખે મરે છે, આખી દુનિયાની બજારમાં કપડાં પૂરા પાડનાર શ્રમિક પાસે કપડાં નથી. મકાનો બનાવનાર ગરીબ ઘરવિહોણો છે. બીજી બાજુ પૈસાદાર શોષકો કરોડો રુપિયા ઉડાવે છે. આ સમાજ એક જ્વાળામુખી પર બેઠો છે."સરદાર

ભગતસિંહ તેમના પર થયેલી કાર્યવાહી દરમિયાન અદાલતમાંં ઉચ્ચાર્યા હતાં. આ વાત આજે પણ એટલી જ સત્ય છે. આજેયદેશની વસ્તીમાં ૭૦% ગ્રામીણ ભારતીય છે, જેના ૮૦% લોકોની માસિક આવક પૂરા પાંચ હજાર નથી. આ ચર્ચા થાય ત્યારે હમેશા વાત થાય કે દેશને ભગતસિંહની જરૂર છે. ભગતસિંહ તો દર મિનિટમાં પેદા થાય છે, પણ કિશનસિંહ જેવો બાપ પણ જોઈએ.

ભગતસિંહ સાથે પંજાબી અને બંગાળી ક્રાંતિકારીઓની ફોજ હતી. જોગેશ ચેટરજી, અજય ઘોષ, બટુકેશ્વર દત્ત, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ તૈયાર કરવા પડશે. લાલા લજપતરાયનું સાયમન કમિશનના વિરોધ કરતી વખતે ઇજામા મૃત્યુ થયું, સોન્ડર્સ નામના અંગ્રેજ અધિકારી જવાબદાર હતો. રાજગુરુ, ચંદ્રશેખર અને ભગતસિંહ હત્યા કરી. લાહોરથી બહાર નીકળવા ક્રાંતિકારી ભગવતીચરણના પત્ની દુર્ગા બેન સાચે જ દુર્ગા સ્વરૂપમાં આવ્યાં. ત્રણ વર્ષના શચીન્દ્ર સાથે ભગતસિંહના પત્ની બનીને લાહોર બહાર નીકળ્યા. જો કોઇ ઘટના બને તો પિસ્તોલ સાથે લઇ ને જનારી મહિલા દુર્ગા સ્વરૂપ જ હોય.

ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે સેન્ટ્રલ એસેમ્બલી માં બોમ્બ નાખ્યો અને ધરપકડ વહોરી લીધી. કોર્ટમાં લાહોર કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ને ફાંસીની સજા થઈ. અન્ય સાથીદારો કમલનાથ તિવારી, વિજયકુમાર સિંહા, જયદેવ કપૂર, શિવ વર્મા, ગયાપ્રસાદ, કિશોરીલાલ, મહાવીર સિંહા કાળાપાણીથી જેલની સજા થઇ. ભગતસિંહ હમેશાં કહેતાં કે હું ક્રાંતિકારી છું, મારું કામ શ્રમજીવી અને ખેડૂતોને જગાડવાનું છે. ત્રીજી માર્ચના દિવસે મા અને દાદા મળવા આવ્યા હતાં. માતાને કહ્યું હતું કે, લાશ લેવા ન આવશો. ભગતસિંહની શહીદી પર મા રડવી જોઈએ. ૨૩ વર્ષ, પાંચ મહિના અને ૨૬ દિવસના જીવનમાં ભારતમાં ક્રાંતિના બી રોપી દીધા હતાં. સાંજે લેનિન ના જીવનચરિત્ર વાંચતા ફાંસી થઈ ને એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળવા અનંતયાત્રા પર નીકળી ગયો.

Deval Shastri

Blog By : Deval Shastri

Latest Stories