/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/84ee1cf3-6e45-4573-a077-8a352ec2d586.jpg)
મારી ઉંમર એટલે કે જેણે મને આ ઘટના વર્ણવી હતી એની એ ધોરણ બારમાં ફેઈલ થયો ને ગુજરાત પરીક્ષા બોર્ડએ એક વિષયમાં નાપાસ હોય તે પરિણામ જાહેર થયાના એક મહિનામાં નાપાસ થયેલા વિષયની પરીક્ષા આપે, પાસ થાય તો કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવી શકે, ને હું ગણિતમાં નાપાસ હતો એ પાસ થઈ ગયો. જતા કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવવા આતુર બન્યો.
પિતાએ કીધું,'' તારી મરજી, હું કોઈને એડમિશન માટે સિફારિશ કરીશ નહિ.'' એ વખતે કોર્મસ કોલેજમાં જનરલ સેક્રેટરી જય સુથાર, એનો લંગોટીયો ભાઈબંધ ટીનિયો મારો ફ્રેન્ડ. મેં ટીનિયાને કીધું, ,''યાર ! તારો જીગરજાન ફ્રેન્ડ જય સુથાર નું એક કામ પડ્યું છે ''બોલને'' ટીનીયાએ ધરપત આપતા કહ્યું. કોમર્સના ફર્સ્ટ યરમાં એક એડમિશન કરાવવાનું છે? ટીનીયો કહે પ્રવેશ બવેશની વાત છોડ ! કોઈને ઉઠાવી લેવાનો છે ? પૈસા ઓકાવાના છે તો કહે ''ટીનિયા ,વાત તો પુરી સાંભળ, મારુ એડમિશન ફર્સ્ટ યર કોમર્સ માં કરાવવાનું છે ''કાલે સવારે સાત વાગે મને લેવા આવજે, આપણે સીધા કોમર્સ કોલેજ પર જય સુથાર ને અડી જઈશું ''ટીનીયાએ એટલા કોન્ફિડન્સથી મને કીધું ને કે હું ઘરે જઈને સવારે સાત વાગેને ટીનિયાને લઈને કોલેજ ક્યારે પહોંચું એની તાલાવેલીમાં રાતભર સુઈ ન શક્યો.
કોમર્ષ કોલેજની પાસે એક ચા ની લારી ત્યાં જય સુથાર તેની ગેન્ગ સાથે બેઠો હતો. લાકડાના પાટિયા જમીનમાં ખોડીને તેની આગળ ટેબલ જેવું હતું. ગરમ ગરમ મેથીના ગોટા અને સ્ટીલના ગ્લાસ પડ્યા હતા. ટીનિયાએ જયને જોયો.'' ટીનિયાં, તું કોલેજ પર, કંઈ ખાસ કામ પડ્યું'' જય અમને મીઠો આવકાર આપતા બોલ્યો મારી સામે આંગળી ચીંધીને કહે આ મારો દોસ્ત છે, એને ફર્સ્ટ યર માં એડમિશન અપાવવાનું છે આપણી ગેન્ગમાં કામ લાગે એવો છે.
જયે મારી સાથે જોયું મને પગથી માથા સુધી જોયો. પછી કહે,'' ચહેરો તો માસુમ લાગે છે. તેની બાજુમાં બેઠેલાને કહે બે ગ્લાસ બનાવ.'' સમય સવારે સાત કલાકને છત્રીસ મિનિટ પેલાએ પટિયાલા પેગ જેટલો માલ સ્ટીલના ગ્લાસમાં નાંખ્યો પાણી રેડી કહે ચીયર્સ-એક ગ્લાસ મને, બીજો ટીનિયાને આપ્યો.
મારા માટે દારૂ નવાઈ ન હતી, પણ જીવન મરણનો ખેલ હતો. હું એક જ ઘૂંટડે ગ્લાસ પી ગયો. ટીનીયાએ બે ઘૂંટ માર્યા, મેથીના ગોટા ખાધા મને સ્ટીલના ગ્લાસ માં દારૂ એક જ ઘૂંટે પી તો પીતો જોઈ જય સુથાર કહે, ''ટીનિયા આ કામનો છે, ચાલ મારી સાથે.''
કોમર્સ કોલેજના પ્રિન્સીપાલનો પાર્લામેન્ટ હીન્ઝનો દરવાજો ખોલી સીધો પ્રિન્સીપાલની સામે લઈ ગયો. આને ફર્સ્ટ યર કોમર્સ માં એડમિશન આપવાનું છે. પ્રિન્સીપાલ કહે લેઈટ ફી ભરવી પડશે, રૂપિયા એકસો ત્રીસ, જય સુથાર મારી સામે જોયું મેં હકારમાં ડોકી હલાવી. ''ભરી દેશે.'' પ્રિન્સીપાલે હેડક્લાર્કને બોલાવી ફર્સ્ટ યર કોમર્સના એડમિશનની બધી વિગત ભરી દેવા કીધું. હે વાચક ! જો હું એક જ ઘૂંટમાં પટીયાલા પેગ ન પી ગયો હોત ! તો કોલેજના પગથિયાં કદી ન જોઈ શક્યો હોત !