જનરલ ડાયાબિટીસ કેરમાં એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો એક દિવસમાં બે ગ્લાસ અથવા તો તેનાથી પણ ઓછું પાણી પીવે છે તે લોકોમાં હાઈ બ્લડ શુગરનું સ્તર જોવા મળે છે. તેના કારણે આ પ્રકારના લોકો ડાયાબિટીસ થી ગ્રસ્ત થઈ શકે છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બે ગ્લાસથી ઓછું પાણી પીનાર લોકોમાં ડાયાબિટીસ નો ખતરો વધી જાય છે. ૩૬૧૫ પુખ્તવયના લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વોટર થેરાપી ખૂબ જ ઉપયોગી છે. ૩૦ થી ૬૫ વર્ષની વયના લોકોને આવરી લઈને આ અભ્યાસની પ્રવ્રુતિ હાથ ધરવામાં આવી હતી.
અભ્યાસની શરૂઆતમાં આ તમામ લોકોમાં સામાન્ય બ્લડ શુગરની સપાટી હતી. નવ વર્ષના અભ્યાસના ગાળા બાદ અભ્યાસના ભાગરૂપે રહેલાં ૫૬૫ લોકોને હાઈ બ્લડ શુગરની તકલીફ જોવા મળી હતી અને લોકોમાં ટાઈપ-૨ ડાયાબિટીસ ની અસર દેખાઈ હતી. દરરોજ બે ગ્લાસથી ઓછું પાણી પીનાર લોકોમાં હાઈ બ્લડ શુગર થવાની શક્યતા ૨૮ ટકા ઓછી છે. જે લોકોએ આનાથી પણ ઓછું પાણી પીવે છે તે લોકોમાં ખતરો વધારે છે. આ જોખમ હાર્મોન સાથે સીધી રીતે સંબંધિત છે. આનો મતલબ એ થયો કે મોટાપ્રમાણમાં પાણી ખૂબ જ ઉપયોગી છે. પાણી શરીર માટે કેટલુ મહત્વપૂર્ણ છે તેને લઇને તારણ જારી કરવામાં આવ્યા છે.