ઓવૈસી વિફર્યો કહ્યું - 'મરઘી ઈંડા ન આપે તો પણ અમે જિમ્મેદાર’, મુસલમાન હવે બદલાઈ ગયા છે

New Update
ઓવૈસી વિફર્યો કહ્યું - 'મરઘી ઈંડા ન આપે તો પણ અમે જિમ્મેદાર’, મુસલમાન હવે બદલાઈ ગયા છે

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે આજકાલ દરેક લોકો અમને જવાબદાર માની રહ્યું છે, પરંતુ તેઓ જાણતા નથી કે મુસ્લિમો બદલાયા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ હવે એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ વળતી પ્રતિક્રિયા આપી છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે આજકાલ દરેક લોકો અમને જવાબદાર માને છે, પરંતુ તેઓ જાણતા નથી કે મુસ્લિમો બદલાયા છે. તેમણે કહ્યું કે તે બંગાળમાં ભાજપને રોકી ન શક્યા અને અમને જવાબદાર ઠેરવી રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મારું નામ મમતા બેનર્જીની

જીભ પર આવ્યું, આ માટે હું આભાર

માનું છું. ઓવૈસીએ કહ્યું કે આજે દરેક લોકો મને નિશાન બનાવી રહ્યા છે, જો ‘મરઘી ઈંડા ન આપે તો પણ

અમે જવાબદાર’ અને ‘ભેંસ

દૂધ ન આપે તો પણ અમે જવાબદાર’.

ભાજપને કેમ ન રોકી શક્યા ?

મમતાના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેઓ

મુસ્લિમ મતોથી જીતે છે, પરંતુ તેમને એવો

ખ્યાલ નથી કે તેઓ ઓવૈસીને નહીં પરંતુ બંગાળના મુસ્લિમોને કટ્ટરવાદી ગણાવી રહ્યા

છે.

ઓવૈસીએ કહ્યું કે તમે જ્યાં છો ત્યાં ભાજપે 18 બેઠકો

જીતી લીધી. હવે જો તમે ભાજપને રોકી શકતા નથી, તો મારા ઉપર સવાલ ઊભા કરી રહ્યા છો. અમે તો બંગાળમાં હજુ સુધી ચૂંટણી પણ

લડી નથી.

હવે મુસ્લિમો બદલાયા છે

એઆઈએમઆઈએમ પ્રમુખે સવાલ કર્યો કે તમે વિધાનસભાની

ચૂંટણી વિશે વાત કરો, મુસ્લિમોના શિક્ષણ

પર તમે શું કામ કર્યું છે. તેમણે કહ્યું કે મમતા દીદીએ હવે સમજવું પડશે કે

મુસ્લિમો હવે બદલાઈ ગયા છે.

ઓવૈસીએ કહ્યું કે ઇફ્તાર પાર્ટી કરી, માથા પર ટોપી પહેરી અને વિચારે છે કે, મુસ્લિમો ખુશ થશે. હું બંધારણમાં વિશ્વાસ રાખું છું અને

હું સંવૈધાનિક લડત ચાલુ રાખીશ.

મમતા બેનર્જીએ શું કહ્યું?

નોંધનીય છે કે બંગાળના કૂચ બિહારમાં એક કાર્યક્રમ

દરમિયાન મમતા બેનર્જીએ અહીં 'લઘુમતી કટ્ટરપંથીતા' અંગે ચેતવણી આપી હતી. આ સાથે તેમણે લઘુમતી સમુદાયના લોકોને અપીલ કરી હતી કે

તેઓ અસદુદ્દીન ઓવૈસી જેવા લોકો પર વિશ્વાસ ન કરે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક

નેતાઓ લોકોને વિભાજન કરવાનું કામ કરે છે.

Latest Stories