/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/maxresdefault-25.jpg)
વર્ષ ૧૯૭૦ ના ધરતીકંપ પછી નવી વસાહત બન્યું.એમાં એક પરિવારના એક સભ્યની આ કહાની છે.હું મેટ્રીકમાં.મેં ચાર બિલ્ડીંગમાં પરીક્ષા આપેલી.પરીક્ષા પતે એટલે જાહેર થાય કે આ બિલ્ડીંગ ધરતીકંપગ્રસ્ત મકાન તરીકે જાહેર થયું છે, એટલે આવતી કાલે અહીં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ બીજી શાળામાં પરીક્ષા આપવી.
ભરૂચની નવી વસાહતની વાત કરવી છે.સિવિલ હોસ્પિટલની સમાંતરે આવેલી છે. શાળાના વિદ્યાર્થીની આ વાત છે.ધો.૧ થી ૪ નવી વસાહતની પ્રાથમિક શાળામાં ધો.૪ થી ૮ આત્મચેતનામાં અને ધો.૮ થી ૧૦ સાધના વિદ્યાલયમાં ભણ્યો. પંચામૃત જેવી પાંચ જણાની ગેન્ગ.એમાંથી એકે મને વાત કરી બીજો યુ.કે.છે, ત્રીજો મીડિયામાં છે,ચોથાનો અતોપતો નથી જે અમારી ગેન્ગમાં સૌથી તેજસ્વી હતો.
એક મને કહે ધો.૧૦ મેં નવ ટ્રાયલે પાસ કરેલી દસમી ટ્રાયલ વખતે મેં નક્કી કરેલું 'ઈનફ ઇઝ ઈનફ' (ત્રિશુલ ફિલ્મમાં આર.કે.ગુપ્તા (સંજીવકુમાર)નો ડાયલોગ.)આ વખતે છેલ્લીવાર.ત્રણ વિષયની પરીક્ષા આપવાની.સમાજ શાસ્ત્ર વિદ્યા જે મને ઝેર જેવું લાગે,ગણિત ગાડું ગબડે,અને ઈગ્લીશ હોંશમાંને હોંશમાં લીધેલુ પણ પછી રાષ્ટ્રભાષા હિન્દી સ્વીકારેલું, ત્યારે ઈગ્લીશ અથવા હિન્દી બે માંથી એક વિષય લઈ શકાય.સંસ્કૃત પણ રાખેલું આજે દોઢ દાયકો વીતી ગયો છતાં સંસ્કૃત માં 'અધરમ મધુરમ' 'મધુરાષ્ટકમ' ભણેલો એ યાદ છે ક્યારેક ચેનલ નર્મદા પરથી પ્રસારિત થાય છે, હું શાંત ચિત્તે સાંભળું છું.
ધો.૧૦ ની પ્રતિમાસ ફી રૂ.૧૮૦/- ટ્યુશન ફી રૂ.૫૦/- એક વિષયના.આ પૈસાના અમે જલસા કરતા.અમારા ક્લાસમાં અડધો અડધ છોકરીઓ. બધાના નામ ચાર અક્ષરના હું તોફાની એટલે મને મોનીટર બનાવેલો.મને જે સહપાઠી વિદ્યાર્થિ પ્રિય હોય એની બેન્ચ, ખરબચડી હોય અને મારી નજરે પડે તો હું બીજે દિવસે નવી બેન્ચ મુકાવી દઉં એટલો મારો રુઆબ.
દસમી ટ્રાયલની પરીક્ષા જાહેર થઈ સોમવાર થી પરીક્ષા એક દિવસને અંતરે મારા ત્રણ પેપર.સ્ટેશન રોડ પરથી પસાર થતા રિલીફ ટોકીઝ પર નજર પડી.ઋત્વિક રોશનનું પિચ્ચર,જીવ કેમે કરીને કાબુના રહ્યો ખિસ્સા ફંફોસ્યા લૉઅર સ્ટોલની ટિકિટ જેટલા નીકળ્યા ચુપચાપ ટિકિટ લીધી બધાજ ગીતો લોકપ્રિય હતા,ફિલ્મ જોઈ એટલે કંઠસ્થ થઈ ગયા એ દિવસે રવિવાર હતો.
સોમવારે દસમી ટ્રાયલનું પહેલું પેપર સમાજ શાસ્ત્રનું પેપર જોઈને આંખે અંધારા આવે.કશું જ યાદ ન આવે મેં ઊંડા શ્વાસ લીધા જવાબ એક લખવાનું ચાલુ કર્યું, જવાબ બે લખ્યો. જવાબ. ત્રણ, ચાર, પાંચ, છ અને સાત લખી નાખ્યાં. મને પણ નવાઈ લાગી તે મેઈન સપ્લીમેન્ટરી આખી ભરી નાંખી ત્રીજે દિવસે ગણિત અને પાંચમા દિવસે હિન્દીમાં મેઈન સપ્લીમેન્ટરીના છેલ્લા પાના સુધી લખ્યું. મનોમન નક્કી કરેલું આ છેલ્લો પ્રયત્ન.પરિણામ આવે અને જો ત્રણ માંથી એક વિષયમાં પણ ડાંડી ગુલ હોય તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડને હંમેશના માટે બાય,બાય,ટાટા,કરીશ.
પરિણામ આવ્યું માર્કશીટ સમાજ વિજ્ઞાનમાં ૩૫ માર્ક્સ પાસ, હિન્દીમાં 35 માર્ક્સ અને ગણિતમાં ૩૮ માર્ક્સ ધો.૧૦ દસમી ટ્રાયલે પાસ થયો.
મેં પૂછ્યું."ભાઈ તે ત્રણે પેપરમાં લખેલું શું ? એ ગળામાં લટકતું શિવજીનું લોકેટના સમ ખાઇને બોલ્યો,"સર,કહોના પ્યાર હૈ ના મને કંઠસ્ય થયેલા ગીતો. મેં કહ્યું ગણિતમાંતો દાખલા સોલ્વ કરવાના હોય", એ કહે, "સર દાખલો બેઠો એવોને એવો ઉતારેલા અને અંતે કહો ના પ્યાર હૈ ના એકાદ ગીતની પંક્તિ લખેલી .જય હો!ગુજરાત બોર્ડ!