કાન્તિ મડિયા : એક ઝનૂન

New Update
કાન્તિ મડિયા : એક ઝનૂન

ગુજરાતમિત્ર રવિવારીય પૂર્તિ, ‘કર્ટનકોલ’ માં ‘કાન્તિ મડિયા’ વિશે શ્રી બકુલ ટેલરે કપિલદેવ શુક્લ, મીનલ દવે, હોમી વાડિયા, ગોવિંદ નિહલાની અને દીપક ઘીવાલાએ કાન્તિ મડિયા સાથે વાતો વાગોળી.

મને ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થાન, (સી.ઈ.ડી.)માં પ્રોજેક્ટ લીડર તરીકે જોબ મળી હતી, અમદાવાદ ‘પરિશ્રમ’ તાલીમ કેન્દ્રમાં ત્રિ-દિવસીય તાલીમ લેવા ગયો. આશ્રમ રોડ પર જે હોટલમાં રોકાયો હતો. તેના લોન્જમાં રાતે બેઠો હતો. એક ભાઈને મેં પસાર થતા જોયા. મારા સ્મૃતિપટ પર ‘બાણશય્યા’ સળવળ્યું. મેં રિસેપ્શન પર બેઠેલા ભાઈને પૂછ્યું, આ હોટલમાં આ નામની વ્યક્તિ છે ?, એમણે રજીસ્ટરમાં પાના ફેરવી મને રૂમ નંબર કહ્યો. મેં એમને ફોન જોડી આપવા વિનંતી કરી. ફોન લાગ્યો મેં મારૂ નામ કહ્યું, “કેન વી મીટ સર ?” સામેથી જવાબ મળ્યો “વ્હાય નોટ, વેલકમ.” હું મારા રૂમમાં ગયો. ડાયરી અને પેન લઈને એમના રૂમમાં પહોચ્યોં.

એમને નમસ્કાર કર્યા. તેઓ પલંગ પર બેઠા હતા. મને ખુરશીમાં બેસવા ઈશારો કર્યો. એમના હાથમાં ચારસો પાનાથી વધુની અંગ્રેજી નોવેલ હતી. એમણે બુકમાર્ક મૂકી એને બાજુ પર મુકી. મેં કહ્યું, “સર, ‘બાણશય્યા” મેં મુંબઈમાં જોયું હતું. મને કહે, “અરવિંદ જોષી એ અદ્દભૂત અભિનય કર્યો. દિગ્દર્શક આપ હતા એ વાત સાચી ને. જો ભાઈ, સંસ્કારી મા-બાપનાં સંતાન સંસ્કારી જ હોય એવું માની ન લેવું. કેટલાક નામ ઉજાળે, કેટલાક નામ ડુબાડે, અને હા ! નાટક એટલે ટીમવર્ક. રંગમંચ પર જે ભજવાય તે જોઈને પ્રેક્ષકો હરખાય પણ નેપથ્ય, બેકસ્ટેજમાં કામ કરતા, લાઈટ, માઈક, સ્ટેજ, મેકઅપ, વેશભૂષાનાકર્મીઓનું સાતત્ય ન હોય તો નાટક નાટક બનવાને બદલે ફારસ બને.

કોફી પીશું ?, મેં હા પાડી. અમે રાતે સાડા બાર કલાકે કોફી પીધી. મને મુંબઈ આવે તો જરૂર મળજે એમ કહ્યું. ડાયરીમાં એમનું સરનામું અને લેન્ડલાઈન નંબર લખી આપ્યા.

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન આવ્યા ત્યારે હું મળ્યો “કર્ટનકોલ” કોલમ વાંચી મારી સ્મૃતિ તાજી થઈ એ હતા નાટકના શહેનશાહ કાન્તિ મડિયા.

આભાર બકુલભાઈ

Latest Stories