કિશોરકુમારની જન્મજયંતિ પર 11 રસપ્રદ તથ્ય

કિશોરકુમારની જન્મજયંતિ પર 11 રસપ્રદ તથ્ય
New Update

1 બોલિવૂડમાં ઘણાં હીટ ગીતો આપનાર કિશોર કુમારે સંગીતની તાલીમ લીધી નહોતી. કિશોરકુમારના મોટા ભાઇ અશોકકુમાર ઇચ્છતા હતા કે કિશોર કુમાર પોતાનું કેરિયર એક અભિનેતા તરીકે બનાવે.પરંતુ કુમાર પોતાનું કેરિયર એક ગાયક તરીકે બનાવવા માંગતા હતા.

2 કિશોર કુમારનું મૂળ નામ આભાસકુમાર ગાંગુલી હતું.

3 કિશોર કુમારે ચાર વાર લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની બંગાળી ગાયિકા અને અભિનેત્રી રિમા ગુહા હતી.કિશોરકુમારે બીજા લગ્ન બોલિવૂડ અભિનેત્રી મધુબાલા સાથે કર્યા હતા.યોગીતા બાલી સાથે કુમારે ત્રીજા લગ્ન કર્યા હતા.પરંતુ તેમના સંબંધમાં તિરાડ પડતા તેઓ છૂટા પડી ગયા હતા. કિશોર કુમારે ચોથા અને અંતિમ લગ્ન લીના ચંદાવરકર સાથે કર્યા હતા.

4 કિશોર કુમારનું મૃત્યુ 13 ઓક્ટોબરે તેમના મોટાભાઇ અશોકકુમારના જન્મદિવસે જ થયું હતું.

5 તેઓ જ્યાં સુધી પુરતુ પેમેન્ટ કરવામાં ન આવે ત્યાં સુધી રેકોર્ડિંગ નહોતા કરતા.

6 એકવાર કિશોર કુમારને અડધુ પેમેન્ટ કરવામાં આવ્યું હતું તો તેમણે અડધા ચહેરા પર મેક અપ લગાવ્યો હતો. જ્યારે ડાયરેક્ટરે તેમને તેમ કરવાનું કારણ પૂછ્યું તો કિશોરે જણાવ્યું કે આધા પૈસા આધા મેક અપ.

7 શૂટીંગના એક સીન દરમિયાન કિશોરકુમાર ગાડી લઇને મુંબઈ થી ખંડાલા સુધી પહોંચી ગયા હતા કારણકે ડાયરેક્ટર તેમને કટ કહેવાનું ભૂલી ગયા હતા.

8 નો પેમેન્ટ નો વર્કના સિધ્ધાંતને ફોલો કરનાર કિશોરકુમારે કેટલાક ગીતો ફ્રીમાં પણ ગાયા છે.

9 કિશોરકુમારે અભિનેતામાંથી પ્રોડ્યુસર બનેલા બિપિન ગુપ્તાને તેમની ફિલ્મ દાલ મે કાલા માટે 20,000 રૂપિયા આપ્યા હતા.

10 ફિલ્મ અભિનેતા અરૂણકુમાર મુખર્જીના અવસાન બાદ કિશોર કુમાર અરૂણકુમારના પરિવારને નિયમિત રીતે પૈસા મોકલતા હતા.

11 કિશોરકુમારે તેમની ફિલ્મી કારકિર્દી દરમિયાન કુલ 8 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. અત્યાર સુધી બેસ્ટ મેલ પ્લે બેક સિંગરની કેટેગરીમાં આટલા ફિલ્મફેર એવોર્ડ મેળવવાનો રેકોર્ડ તેમના નામે છે.


#લેખ
Here are a few more articles:
Read the Next Article