/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault39.jpg)
કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કરાઇ હતી. તેમણે એકતા પ્રદર્શન અને પ્રદર્શન સહિતની પીએમએ મુલાકાત લીધી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સરદારની આ પ્રતિમા વિશ્વને આકર્ષિત કરે છે. આ જગ્યા પર આવીને અસીમ શાંતિ મળે છે. આ પ્રતિમા વિવિધતામાં એકતાનું પ્રતિક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક પ્રેરણા સ્થળ છે. સરદાર પટેલનાં વિચારોથી અસીમ ઊર્જા મળે છે. આર્ટિકલ 370એ જમ્મુ કાશ્મીરમાં ફક્ત આતંકવાદ જ આપ્યો છે.
કાશ્મીરમાં આતંકને કારણે 40 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કલમ 370ની દિવાલ તોડી પાડવામાં આવી છે. કલમ 370એ અસ્થાયી દિવાલ બનાવી રાખી હતી. કલમ 370ની દિવાલે જમ્મુકાશ્મીરમાં આતંકવાદ વધાર્યો હતો. 370નું બિલ પાસ થતાં જ સરદારની આત્માને શાંતિ મળી. 370 હટાવવાનો નિર્ણય સરદાર પટેલને સમર્પિત કરીએ છીએ અને કાશ્મીરમાં હવે વિકાસ યાત્રાની શરૂઆત થશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજવામાં આવી હતી જેમાં પણ વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહયાં હતાં. આ અવસરે પોલીસ વિભાગ તરફથી આયોજીત પ્રદર્શનને પણ તેમણે નિહાળ્યું હતું.