કોંગ્રેસ સાથે મળીને શિવસેના પણ 'સંવિધાન દિવસ' પર બોલાવવામાં આવેલી સંસદની સંયુક્ત બેઠકનો બહિષ્કાર કરશે

New Update
કોંગ્રેસ સાથે મળીને શિવસેના પણ 'સંવિધાન દિવસ' પર બોલાવવામાં આવેલી સંસદની સંયુક્ત બેઠકનો બહિષ્કાર કરશે

શિવસેનાના સાંસદોએ

સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી અને કહ્યું કે તેઓ

મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમના વિરોધમાં બંધારણ દિવસની ઉજવણી માટે બોલાવવામાં

આવેલી સંસદની સંયુક્ત બેઠકમાં ભાગ લેશે નહીં.

શિવસેનાના સાંસદોએ

સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી અને કહ્યું કે તેઓ

મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમના વિરોધમાં બંધારણ દિવસની ઉજવણી માટે બોલાવવામાં

આવેલી સંસદની સંયુક્ત બેઠકમાં ભાગ લેશે નહીં. સોનિયા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાન, 10 જનપથ ખાતે શિવસેનાના સાંસદોનું આગમન બે વિરોધી પક્ષોના નેતાઓ વચ્ચે

સંભવત: આવી પહેલી બેઠક હોવાનું માનવામાં આવે છે. સરકાર સંવિધાન સભા દ્વારા બંધારણ

સ્વીકારના 70 વર્ષ પૂરા થવા બદલ સંસદના સેન્ટ્રલ હોલમાં મંગળવારે સંવિધાન દિવસની

ઉજવણી કરશે. શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે કહ્યું કે સાંસદો સોનિયા ગાંધીને

મળ્યા અને કહ્યું કે તેમનો પક્ષ મહારાષ્ટ્રના ઘટનાક્રમના વિરોધમાં વિપક્ષને ટેકો

આપશે.

તેમણે કહ્યું કે

મંગળવારે સંયુક્ત બેઠકમાં પાર્ટીના સાંસદો ભાગ લેશે નહીં. કીર્તિકર સાથે શિવસેનાના

સાંસદ અરવિંદ સાવંત, રાહુલ સેવાલે, અનિલ દેસાઇ

સોનિયા ગાંધીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. કીર્તિકરે જણાવ્યું હતું કે બેઠક

દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી. વેણુગોપાલ પણ હાજર હતા. સૂત્રોના

અનુસાર કોંગ્રેસ, ડાબેરી પક્ષો, એનસીપી, તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી, ટીડીપી અને ડીએમકેએ સંયુક્ત રીતે

મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ તથા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને અજિત

પવારને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવાના વિરોધમાં સંસદ પરિસરની અંદર આંબેડકર

પ્રતિમા પાસે સંયુક્ત પ્રદર્શન કરવાની યોજના છે.

Latest Stories