કોની સાથે જવું કોનાથી દૂર એ શીખવનાર બન્ને ગુરુજનોને વંદન

New Update
અગ્નિદાહ

ગુરુપૂર્ણિમાં રવિવાર તા. 9 મી જૂલાઈએ હતી. શ્રી જયેન્દ્ર્પુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચના અંગ્રેજી વિભાગના વડા પ્રોફેસર હર્ષદભાઈ બચુભાઈ ત્રિવેદીને હું ગુરુ માનતો. એ વખતના સંદેશના બ્યુરો ચીફ માનનીય વ્યોમેશકાકાએ મારી કલમમાં કૌવત જોઈ, મારી શુષુપ્ત શક્તિઓને પત્રકારિત્વ ક્ષેત્રે ખીલવવાની પૂરેપૂરી બારીઓ ખોલતા શીખવ્યું. બન્ને ગુરુજનોને કોટિ કોટિ વંદન.

સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓની કાનભંભેરણી કરવામાં માહિર સંઘના હોદ્દેદારો, આચાર્યો, શિક્ષકોનું બીજુ ઘર એટલે સરકારી બાબુઓની કચેરીઓ. આ ચમચાઓ સાહેબના ઘરની કામવાળીથી માંડીને સાહેબના શ્રીમતીજીની જરૂરિયાતો પૂરી કરવામાં પાવરધા હોય છે. ચમચાઓની ઓળખ એટલી જ કે સાહેબ સુધી પહોંચવાની પગદંડી બની રહે. સાહેબને જે કવર મળે તેમાં એમની કટકી કેશ ઓર કાઈન્ડ સ્વરૂપે નક્કી.

publive-image

શિક્ષણ વિભાગમાં મોટા સાહેબની મોટી માંદગીથી માંડીને દીકરીના લગ્નપ્રસંગની જવાબદારી ઉઠાવી લેવામાં આ કાંચીડા નંબર વન.

પોલીસ ખાતામાં આ રોગ જીવલેણ. ભલભલા પ્રમોશન રાતોરાત થઇ જાય ને બિનઉપયોગી અધિકારીઓ કચ્છના રણમાં ટ્રાન્સફર. ન્યાયના પાલકો આ રોગથી તરબતર. કોર્પોરેટ જગતમાં ટાઉનશીપમાં રહેતા જનરલ મેનેજર નિવૃત્તિ પહેલાજ શહેર કે આસપાસના મેગાસીટીમાં બંગલો બનાવે. જેની બારીના પડદા કંપનીના સપ્લાયરો સાહેબની ધર્મપત્નીની પસંદગીના હોંશે હોંશે નખાવી આપે.

publive-image

આ વાતો નથી, સત્ય છે. નગ્ન સત્ય છે. ન માની શકીયે એટલી ચરમપોશી, ચમચાગીરી કરનારા કીમિયાગરો અઢળક છે. હિમશીલાનો એક તૃત્યાંશ ભાગ પાણીની ઉપર દેખાય છે, મોટો હિસ્સો પાણીમાં ડૂબેલો હોય છે. ગુરુપૂર્ણિમા, પર્વે એટલી અરજ કે કોઈ સંત, મહંત, મૌલવી, પ્રીસ્ટ આ લોકોને સદ્દબુદ્ધિ અર્પે. સુજ્ઞેષુ કિમ્ બહુના.

Latest Stories