ક્લાઇમેન્ટ ચેન્જ પર સંશોધન માટે ભારત તરફથી પસંદગી પામનાર એકમાત્ર યુવતી

New Update
ક્લાઇમેન્ટ ચેન્જ પર સંશોધન માટે ભારત તરફથી પસંદગી પામનાર એકમાત્ર યુવતી

અમી ઢબુવાલા ન્યુઝીલેન્ડની ઓકલેન્ડ યુનિવર્સિટીમાં કરે છે અભ્યાસ

indexસમગ્ર વિશ્વ હાલમાં ક્લાઈમેટ ચેન્જની અસરોથી ત્રસ્ત છે. ક્લાઈમેટ ચેન્જના અસર પર ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરતી મુળ સુરતની અમી ઢબુવાલા ફીજીમાં ક્લાઈમેટ ચેન્જ પર યુનિવર્સિટી વતી રિપોર્ટિંગ કરશે. ન્યુઝીલેન્ડની ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી આ પ્રકારે ઈન્ટર્નશિપ માટે ભારતીયની પસંદગી થઈ હોય તેવો આ એક અનન્ય કિસ્સો છે.

index-4

મુળ સુરતની અને હાલમાં ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ઓકલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન કમ્યુનિકેશન સ્ટડીનો કોર્સ કરી રહી છે. તેમને એશિયા પેસીફીક નામનો એક વિષય આવે છે અને તેઓને એક ઈન્ટર્નશીપ ઓફર કરવામાં આવી છે. આ ઈન્ટર્નશીપ દર વર્ષે અહીંના બે વિદ્યાર્થીઓને સોંપવામાં આવે છે. જેમાં આ વખતે અમીને ચાન્સ મળ્યો છે. ન્યુઝીલેન્ડની આ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘણાં ઓછા હોય છે. જેમાંથી અમીને આ તક મળી છે.

index-3આ ઈન્ટર્નશીપ માટે અમી અને અન્ય એક વિદ્યાર્થિની ફીજીના આયલેન્ડ પર જશે. વિશ્વમાં ચાલી રહેલી ગંભીર ક્લાઈમેન્ટ ચેન્જની સમસ્યાઓની આ નાનકડા ટાપુ પર શું અસર થઈ રહી છે તે વિશેની તદ્દન અલગ વાર્તાઓ અને સત્ય હકીકતો બહાર લાવવાનો પ્રયત્ન કરશે. તેમણે બહાર લાવેલી હકીકતો પેસેફીક મીડિયા સેન્ટર દ્વારા તેમજ વેન્સોલવેરા નામની મેગેઝિનમાં પ્રકટ કરવામાં આવશે.

index-1અમી 2015માં જ ન્યુઝીલેન્ડમાં આ કોર્સ કરવા માટે ગઈ હતી. એ પહેલા સુરત અને મુંબઈના અલગ અલગ અખબારમાં તે કામ કરતી હતી. અમીના માતા પિતા સુરતમાં રહે છે. અમી ભુલકા ભવન શાળામાંથી શિક્ષણ લીધા બાદ સાવર્જનીક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ કર્યું હતુ. તે ન્યુઝીલેન્ડમાં પોતાના ભાઈ ભાભી સાથે રહે છે.

index-2અમી જણાવે છે કે આવા પ્રકારની બાબતો માટે હું હંમેશા એક્સાઈટેડ છું. કારણ આવી જગ્યાઓ પર ઘણુ શીખવાનું મળે છે. ઘણી વખત ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં ક્લાઈમેટ ચેન્જની ભયાનક અસરોને મેં જોઈ છે. જે લોકો આ ક્લાઈમેટ ચેન્જથી પીડાઈ રહ્યાં છે તેમના માટે મારે કામ કરવું છે. અહીં જઈને લોકોના જીવન પર કેવી અસર થઈ છે, તે મારે જોઈને આગળ કામ કરવુ છે.

Latest Stories