/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/unnamed-20.jpg)
શોર્ટ ફિલ્મ ' અંબાણી ઘ ઇન્વેસ્ટર ' આપે જોઈ? ન જોઈ હોય તો જરૂર જોશો. યુ ટ્યુબ પર ક્લીક કરશો એટલે જોવા મળશે. પણ મારે એ ફિલ્મ વિષે નહિ બીજી એકવાત કરવી છે. ગુજરાતમાં દારૂબંધી છે. હેલ્થ પરમીટ હોય તેને નિયત કવૉટરમાં બોટલ અથવા બિયરની બોટલ કે ટીન મળે. બાકીના એની રીતે વ્યવસ્થા કરીલે છે. આ બધાનો યક્ષપ્રશ્ન છે કે બોટલ ખાલી થાય તો ક્યાં નાખવી? હેલ્થ પરમીટ ધારક તો ખાલી બોટલ છાપામાં કે પ્લાસ્ટિકની બેગમાં વીંટાળી નજીકની કચરાપેટીમાં નાખતા હશે! ખાનગીમાં પીનાર જ્યાં બેસી ને પીયે ત્યાંજ આજુબાજુ માં ખાલી બાટલી નાખીને અસ્વરછતાના પાઠ પાકા કરે. કારણ એમને મન નશો અગત્યનો છે, સ્વસ્છ ભારત મિશનની ઐસી તૈસી. જાગૃત આવું કરનાર નિરીક્ષર છે એમ રખે માનતા. આ બધા અક્ષરજ્ઞાન પામેલા અભણ છે. આવું થવાનું કારણ છે ગુજરાતમાં દારૂબંધી છે. હું ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્લી, ગોવા, દમણ, જમ્મુ, કાશ્મીર રાજ્યોમાં ફરેલો છું, ક્યાંય મેં દારૂની ખાલી બોટલો રસ્તા પડેલી જોઈ નથી. ત્યાં, જે પીયે છે તેને પીધા પછી ખાલી બોટલ ગમે ત્યાં નાખીને ભાગી છુટવાની નોબત આવતી હતી.
ગુજરાતમાં સૂર્યાસ્ત પછી જાહેર સ્થળો પર જ્યાં અવરજવર નહિવત હોય છે, ત્યાં પીનાર પીયે છે ને એ જગ્યાએ ખાલી બોટલ નાખી ઘર ભેગા થાય છે. જાહેર સ્થળ પર દારૂની ખાલી બોટલ વધારે સંખ્યા મળે ત્યારે એ જગ્યાની સંભાળ રાખનારે વિચારવું રહ્યું કે આ જગ્યાનો દુરુપયોગ થતો કેમ અટકાવવો ? એક ઉપાય છે, એ જગ્યામાં પ્રવેશવા માટે દરવાજો હોય, જગ્યાની ફરતે કંપાઉન્ડ વોલ હોય સિકયુરિટી હોય જેથી રાત્રીના અમુક સમય પછી કોઈ એ જગ્યામાં પ્રવેશે નહિ. સરકારી, અર્ધ-સરકારી, સ્વૈચ્છીક સંસ્થાઓ કે કોઈની માલિકી જગ્યાઓએ જ્યાં અવરજવર ઓછી છે, કોઈ સિકયુરિટી નથી, ત્યાં ગેરકાનૂની કામ થવાની સંભાવના બેવડાય છે. બાકી ખાલી બોટલને જો વાંચ ફુટીને બોલવા માંડે તો એમાં દારૂ ભરાય, વેચનારા પાસે જાય પીનારા પીયે તેટલો વખત તેને જીવની જેમ સાચવે, બોટલનું છેલ્લું ટીપું લવ ડ્રોપ ગ્લાસમાં પડ્યા પછી તેના શા હાલ થાય એ તો તમારી આસપાસના (ચીયર્સ) કરનારાને પૂછી લેજો.