ખેડા : ફાગવેલ ખાતે નવા વર્ષ નિમિતે મેળાના આયોજન સામે તંત્રની નામંજૂરી

New Update
ખેડા : ફાગવેલ ખાતે નવા વર્ષ નિમિતે મેળાના આયોજન સામે તંત્રની નામંજૂરી

ખેડા

જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ફાગવેલમાં નવા વર્ષ નિમિતે મેળાનું આયોજન થતું હોય છે. છેલ્લા ૩૦૦ વર્ષથી

અહીં બિરાજમાન ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પણ

આવે છે. જો કે આ વર્ષે ભાથીજી મહારાજના મંદિરે યોજાતા

મેળા માટે તંત્રે મંજૂરી નહીં આપતા વિવાદ સર્જાયો છે.

ખેડા

જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ફાગવેલ ભાથીજી મહારાજનું ધામ છે. તહેવારોના

દિવસોમાં અહીં દર્શન કરવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, દાહોદ, એમ.પી. જેવા રાજ્યોમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. 300 વર્ષ કરતાં પણ વધુ સમયથી અહીં બિરાજતા ભાથીજી

મહારાજના દર્શન કરવા માટે તત્કાલીન મુખ્ય પ્રધાન રહી ચુકેલા નરેન્દ્ર મોદી, શંકરસિંહ વાઘેલા, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતા પણ અહીં દર્શન કરવા માટે આવી ચૂક્યા છે. એક સમય હતો જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે

રાજકીય યાત્રાની શરૂઆત ફાગવેલથી થતી હતી. ફાગવેલ સ્થિત બિરાજમાન ભાથીજી મહારાજ

વિષે માનવામાં આવે છે કે ભાથીજી મહારાજ સૌ કોઇની માનતા

પુરી કરે છે. અને એટલા માટે જ અહી બારે માસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે. આવા

સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે દિવાળીના તહેવારમાં  દર્શન કરી ભક્તો ધન્ય થઇ રહ્યા છે.

મહત્વની

વાત એ છે કે, નવા વર્ષમાં મોટી સંખ્યામાં ભક્તો ભાથીજી દાદાના દર્શન

કરવા આવી રહ્યા છે. દર્શન કર્યા બાદ ભક્તો અહીં વર્ષોથી યોજાતા મેળામાં મહાલતા હોય

છે. પરંતુ આ વર્ષે પોલીસ

તંત્ર દ્વારા મેળામાં મનોરંજનના સાધનોની મંજુરી નહીં અપાતાં ચગડોળ, જુલા જેવા મનોરંજનના સાધનો બંધ

રાખવાની ફરજ પડી છે. જેને લઇ મેળાના આયોજકો અને અહીં ફરવા આવતા લોકોમાં રોષની

લાગણી વ્યાપી છે. તંત્ર દ્વારા નવા વર્ષમાં જ મેળાના આયોજનને બાનમાં લેવામાં

આવ્યું હોય તેઓ રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

Latest Stories