/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/05204116/3-1.jpg)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલનો આજે ખોડલધામ ખાતે શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નરેશભાઈ દ્વારા કેશુબાપાના કાર્યોને વાગોળ્યા હતા.
ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આપણા સૌ વચ્ચેથી હાલ વિદાય લઈ ચૂક્યાં છે. આ વસમી વિદાયથી સૌ કોઈ તેમના અવસાન બાદ શોકમાં ગરકાવ થઈ ગયા છે. આવા લોકનાયકને ખોડલધામ કાગવડ ખાતે શ્રદ્ધાંજલી આપવા માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે મિનીટનું મૌન પાળી બાપાને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ તકે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું કે જ્યારે મંદિરનું નિર્માણ થવાની વાત આવી ત્યારે સૌથી પહેલાં કેશુબાપા દ્વારા તેઓને આવકારવામાં આવ્યું હતા. આજે કેશુબાપા આપણા સૌ વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેમના કરેલા કર્યો આજ પણ લોકોના દિલમાં જીવંત છે. કેશુબાપા પટેલ સમાજના તો પુત્ર હતા પરંતુ સર્વ સમાજને ઉપયોગી કામો તેમજ સર્વે સમાજને મદદરૂપ બનતા. તેમને કરેલા કામોથી આજે પણ તેઓની લોકચાહના અકબંધ છે. બાપાના હુલામણા નામ તરીકે ઓળખાતા કેશુભાઈની યાદો આજે પણ દરેકના દિલમાં જીવે છે તે સાથે ખોડલધામમાં આજે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી.