"ગરમી મેં આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ?"

New Update
"ગરમી મેં આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ?"

તમે સવારમાં વેહિકલ લઇ નીકળો છો, રસ્તો ખાલી છે. જીવનમા તડકો નવો નવો આવી ગયો હોય એવું લાગે. તમારી આગળ વાહન ચાલે છે, જે અડિયલની જેમ મોબાઈલ પર વળગ્યો છે. સાઇડ ન મળતાં તમને ગુસ્સો આવે છે. તમે જેમતેમ કરીને ઓવરટેક કરી ને તેની સામે જુઓ છો. તમને સખત ગુસ્સો છે. એ તમારી સામે જુએ છે. એ અડિયલને જોઇને તમને થાય છે કે આની જોડે લડવામાં સાર નથી, તમે ધીમે ધીમે ટ્રાફિકમાં આવો છો.... તમારો ગુસ્સો ગરમી પર નીકળે છે. તમારી પાછળવાળો જોરથી હોર્ન મારે છે. તમે સાઇડ આપી શક્તા નથી. સિગ્નલ પર ભેગા થાવ. છો, પેલો ગુસ્સામાં બબડે છે કે, ના ચલાવતા આવડતું હોય તો ઘરે રહો...તમને ફરી ફરી ગુસ્સો આવે છે. થાય છે કે પોલીસ હોત તો રોડ પર જ સપાટા બોલાવી દેત. પણ તમે ચૂપચાપ સાંભળી લો છો.

તમે જે તે સ્થળે પહોચો છો. ત્યાં ફ્રેશ થવા બાથરૂમમાં જાવ છો. સરખું પાણી ન આવવાથી તમે નળને મંતરો છો્...અચાનક નળને ગુસ્સો આવે છે ને જોરજોરથી તમારા પણ પાણી ફેંકે છે. તમે આ પરિસ્થિતિમાં બહાર આવો છો....તમને ઓળખીતા પૂછે છે....કેમ છો? દેખાતા નથી? બ્લડપ્રેશર બરાબર છે?...તમારે કેટલુંય બોલવું છે, થોડું સંભળાવું હતું. પણ પેલા જલ્દીમા હતાં... તમારો ગુસ્સો આસમાને છે અને આસમાનનો ગુસ્સો તમારી પર છે. તમે ફેસબુક પર ગુસ્સો વ્યક્ત કરો છો. સિસ્ટમ અને માનસિકતા પર બળાપો કાઢ્યો છો. કોમેન્ટ માં તમને ટ્રોલી કરવામાં આવે છે. સાંજે ઘરે જાવ છો. બધો બળાપો કાઢવો છે પણ કોઈ સાંભળતું નથી.

તમે ટીવી ચાલુ કરો છો. જોરજોરથી પેનલ ડિસ્કશન ચાલે છે. તમે જે વિચારો છો, તેના સમર્થક નબળા છે.... કશું ગમતું નથી. તમે ગુસ્સો શાંત કરવા ફિલ્મ જૂઓ છો. સિંઘમ આજે એકવીસમી વાર જોઈ હાશ કરો છો.... આપણે કશું બદલી શકવાના ન હોય તો ગરમીમાં વિચારોનો પારો બહુ ઉપર લઇ જવો નહીં. હવે તમે જે મનમા જોરજોરથી બોલો છો તે........ પ્રજાતિને સામાન્ય નાગરિકો કહેવાય છે. એ ફિલ્મનો અજય દેવગણ નથી. ગરમી કે તંગ માહોલમેં થોડા હસ ભી લિજીયે..

"આપણે ભાગ્યે જ એકલા હોઇએ છીએ. આપણે સદાય કોઈ પ્રશ્ન, કોઈ મૂંઝવણ, કોઈ પુસ્તક કે કોઈ વ્યક્તિ સાથે હોઇએ છીએ. જ્યારે કોઈ પાસે નથી હોતું ત્યારે મંતવ્યો, વ્યક્તિઓ કે પુસ્તકો ના વિચારોનો ભાર લઇને ફરીએ છીએ. શા માટે મનને ભારે રાખીએ છીએ?...હવે મન પણ આરામ માંગે છે....મન ખાલી હશે તો આત્મદર્શન થશે..."

જે કૃષ્ણમૂર્તિ

ધ ઓન્લિ રિવોલ્યુશન

ગરમીમાં વાતે વાતે ગુસ્સે થયા વિના સામાને પસંદ કરતા થવું પડશે. લડવાની ક્ષમતા હોય તો પણ કેટલું લડશો? એના કરતાં બધું પસંદ કરતા શીખવું સારું. ફેસબુક લાઈક શબ્દ એટલે જ આપ્યો છે. સામેની વ્યક્તિ કે સિસ્ટમ જે છે તેવી મને લાઈક છે.. ભગવાન પણ લાઈક પસંદ કરે છે. અધરમ્ મધુરમ...મધુરાધિપતે... માં મધુર પણ એક પ્રકારની લાઇક જ છે...દરેકને લાઇક ગમતી જ હોય છે...

ઇ-શ્વરનો માત્ર અહેસાસ જ છે, ઇ-શ્વરને શું ગમશે તે આપણને ખબર નથી, પણ આપણને એટલી તો ખબર છે કે તેનેય લાઇક ગમે છે...

મને, તમને સહુને લાઈક ગમે છે, પસંદ કરવા કરતાં પસંદ થવું વધુ વહાલું લાગે....પસંદ કરવામાં ચોઇસ હોય, નવા ગીતો, જૂના ગીતો, અમિતાભ, આમિર કે દિપીકા પસંદ કરવામાં મતભેદ થાય, પણ કોઈ આપણને પસંદ કરે એમાં ક્યાં મતભેદ.... એટલે જ ઇ-શ્વરથી આશ્રિત સુધી સહુને લાઇક થવું પસંદ છે....એનર્જી મળે છે..આ ડ્રેસ માં મસ્ત લાગો છો, તમે મસ્ત ગઇ શકો છો કે તમારુ પેઇન્ટિગ શાનદાર છે...કલા, દેખાવ ખોબે ખોબે વખાણ સાંભળવા ગમે છે...ત્યારે હૈયે ટાઢક લાગે.... મનગમતી વાનગી મધુર થઈ જાય...

Blog by : Deval Shastri Deval Shastri

Latest Stories