/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/29094724/maxresdefault-353.jpg)
ગુજરાતમાં છેલ્લા છ મહિના અને 12 દિવસથી મલ્ટીપ્લેક્સ અને થિયેટરો બંધ જોવા મળી રહ્યા છે. 16 માર્ચ 2020 ના રોજ આ તમામ મલ્ટીપ્લેક્સ અને થિયેટર બંધ કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીના કારણે આ મલ્ટીપ્લેક્સો બંધ કરવામાં આવ્યા હતા. જેના કારણે ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ અને થિયેટરના ઓનર્સને અત્યાર સુધીમાં કુલ 600 કરોડથી વધારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.
સમગ્ર દેશમાં છેલ્લા છ મહિનાથી મલ્ટીપ્લેક્સ અને થિયેટર કોરોના મહામારીના કારણે બંધ જોવા મળી રહ્યા છે. જેમાં ગુજરાતમાંજ ખાલી છ મહિનામાં 600 કરોડનું નુકશાન આ ઇન્ડ્રસ્ટ્રીને ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે મલ્ટીપ્લેક્સ ના અસોસિયસન જોડે વાત કરી તો તેમનું કહેવું હતું કે સમગ્ર ગુજરાતમાં કુલ 250 જેટલા મલ્ટીપ્લેક્સ આવેલા છે જમા 15000 કર્મચારી અંદાજે કામ કરે છે. હાલમાં તમામ લોકોને રોવવાનો વારો આવ્યો છે. સરકારમાં આ બાબતે સજૂઆત કરવામાં આવી છે તેમને ઓડિટ રિપોર્ટ પણ આપ્યોછે કે તેમને લાઈટ બીલો, GST આ તમામ ખર્ચાઓ મારી નાખે છે.
પહેલા એવી આશા હતી કે અનલોક 4 માં મલ્ટીપ્લેક્સ ખોલવાની પરવાનગી આપવામાં આવશે પરંતુ તે શક્ય ન બન્યું।. જિમ અને યોગા સેન્ટરો ખોલવાની પરવાનગી માત્ર આપવામાં આવી. મલ્ટીપ્લેક્સ માલિકોનું કહેવું છે કે સરકાર જે ધારા ધોરણ અને નિયમો બનાવશે તે મજુર છે. એ સિવાય તે લોકો પણ સોસીયલ ડીસ્ટન્સહ નું પાલન થાય સાથે સાથે થિયેટરમાં એક શો પતે એટલે સૅનેટાઇઝીગ, માસ્ક વગર કોઈને પરવાનગી આપવામાં નહીં આવે અને ટિકિટ બુકિંગ પણ ઓનલાઇન કરવની રહશે જેથી ટિકિટ બારી પર પણ ભીડ ન થાય અને શોના સમયે જ પ્રેક્ક્ષક ને આવવાનું રહેશે આ પ્રમાણે તે લોકો પણ ધ્યાન રાખશે। પરંતુ હવે સરકાર ક્યારે મજૂરી આપે છે તે રાહ જોવવામાં આવી રહી છે.