/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/WhatsApp-Image-2018-02-12-at-09.44.15.jpeg)
ગોંડલનાં ગુંદાળા ચોકડીએ માર્કેટીંગ યાર્ડ પાસે રવિવારની મધ્યરાત્રિએ આઈશર ટેમ્પો, મારૂતિ ઝેન અને વેગેનાર કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત બે વ્યકિતનાં મોત નિપજ્યા હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/02/WhatsApp-Image-2018-02-12-at-09.44.06.jpeg)
ગોંડલ લગ્ન પ્રસંગ પૂરા કરી મારુતિ ઝેન કારમાં જતા ભરવાડ પરિવાર રવિવાર રાત્રે 12 વાગ્યાની આસપાસ સંબંધીની હોટલ પાસે ચા-નાસ્તા માટે ઉભો રહ્યો હતો.ત્યારે પાછળ થી પૂરપાટ ઝડપે આવતા આઈશર ટેમ્પાનાં ચાલકે તેઓની કારને અડફેટમાં લેતા મારૂતિ ઝેન ચાર વખત પલટી મારી ગઈ હતી અને સામે આવતી વેગનઆર કાર સાથે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતનાં પગલે હાઈવે પર લોકો ટોળા એકઠા થઈ ગયા હતા અને ઘાયલોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતમાં મારૂતિ ઝેનમાં બેઠેલા અને ગોંડલ તાલુકાનાં કંટોલિયા ગામનાં ગીતાબેન સંજયભાઈ વકાતર ભરવાડનું મોત નિપજ્યું હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/02/WhatsApp-Image-2018-02-12-at-09.44.14.jpeg)
ગમખ્વાર અકસ્માતમાં આઇસર ટેમ્પો પણ પલ્ટી મારી ગયો હતો. ટેમ્પાનો ડ્રાઈવર અને કંડક્ટર પણ કેબિનમાં ફસાયા હોય બંનેને બહાર કાઢવા ક્રેઈન અને જેસીબીની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવરનું પણ મોત નિપજ્યુ હતુ.
આ અકસ્માતમાં મનાલી કમલેશભાઈ રાઠોડ, પાર્થ કમલેશભાઈ રાઠોડ, નીરુ બાબુભાઈ રાઠોડ તેમજ બાબુભાઈ હીરાભાઈ રાઠોડ સહિતનાઓ ઘાયલ થતા સારવાર માટે પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો,અને જરૂરી કાર્યવાહી શરુ કરી હતી.