ગોધરા: ગુજરાત એલિજીબીલીટી ટેસ્ટની પરીક્ષા ગોધરાના બે સેન્ટરો ખાતે યોજાઇ

New Update
ગોધરા: ગુજરાત એલિજીબીલીટી ટેસ્ટની પરીક્ષા ગોધરાના બે સેન્ટરો ખાતે યોજાઇ

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર ખાતે પોલીટેકનિક કોલેજ, ગદુકપુર અને એસ.પી.ટી. સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ ખાતે આજે ગુજરાત સ્ટેટ એલીજીબીલીટી ટેસ્ટની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા કોલેજો માં અધ્યાપક બનવા માટે ખૂબ જરૂરી છે. ત્યારે ગોધરા ખાતે પરીક્ષાના બે સેન્ટરો ફાળવામા આવ્યા હતા.આ પરીક્ષા માટે ગોધરા ખાતે બે જ સેન્ટરો ગદુકપુર પોલીટેકનિક સરકારી કોલેજની સાથે સાથે એસ.પી.ટી.સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ રાખવામાં આવ્યા હતા. આ પરીક્ષા કુલ ૩ કલાક ચાલી હતી અને ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટમાં કુલ ૧૧૮૨ પરીક્ષાર્થી ઉમેદવારો પરીક્ષા આપી હતી.

publive-image
publive-image
publive-image
publive-image

જેમાંથી ૧૭૧

ઉમેદવારો ગેરહાજર રહયા હતા. આ પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

પરીક્ષાના ઓબ્ઝર્વેશન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના આસિસ્ટન રજીસ્ટ્રાર

અનિલ સોલંકી, અજયભાઈ સોની

(મીડીયા ઈન્ચાર્જ ), ધીરેન

સુતરીયાએ પરીક્ષાના આયોજન ઉપર બાજ નજર રાખી હતી.અને પરીક્ષા શાંતિપુર્ણમાહોલમાં

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પુર્ણ થઈ હતી.

Latest Stories