/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/84ee1cf3-6e45-4573-a077-8a352ec2d586.jpg)
અંધારુ અમને પ્રિય.સૂર્યાસ્તના અમે પૂજારી.રાતે સાત પછી અમારો સૂર્યોદય થાય અને સવારે સૂર્યના પહેલા કિરણ સાથે અમારો સૂર્યાસ્ત. હા, અમે ચામાચીડિયા ઘુવડની પ્રજાતિના પક્ષી જાતિના અમારો નિશાચર કરવાનો સમય રાતે અગિયારથી સવારના ચાર સુધીનો
આમતો અમે ઝાડની ડાળીએ ઊંધા લટકીને પણ મનુષ્ય જાતિમાં પ્રવેશ કરીએ તો ક્યાંના ક્યાં અમારા સહપંથીઓ મળી આવે. શેરી, મહોલ્લો,પોળ, ખડકી ,સોસાયટીના નાકે કે બે દિવાલોના ખૂણે કે સાંકડી ગલીમાં બેસવુ અમારે માટે ફરજિયાત નહિ.ઉભડક બેસીને ઉભા ઉભા પણ અમારુ કામ કરતા જઈએ સાથે દુનિયાભરની ફિકર ચિંતા ચર્ચાએ.
અમારુ આયુષ્ય કેટલુ એની અમને ખબર નથી એટલે સમાજને જે કામ નિરર્થક,સમયનો બગાડ, તંદુરસ્તીને હાનીકર્તા લાગે એવા બધાજ કામ અમે કરીએ.
એકવાત છાતી ઠોંકીને કહું છું કે રાતે અગિયારથી ચારમાં અમારી બેઠકમાં જે મિત્રતા ગાઢ બને ને એ અડધીરાતે કે દિવસભર એકજ ફોન કે મેસેજમાં હલ થઈ જાય.પોટલીથી માંડીને સ્કૉચ સુધીને અમારી યાત્રા રંગ લાવે, મરઘીના ખાનદાનની બધીજ વેરાયટી બાયટિંગમાં ગયા. એક બે જણ ઘાસપૂસિયા અમારી ચામાચીડિયા ગેંગમાં હોય પણ એમને અમારી જાફતનો વિરોધ ન હોય.અને સાચુ કહું તો એ બધા ઘાસપૂસિયા પણ પાર્ટ ટાઈમ, ટેમ્પરરી. કોઈને વાર નડે, તીથી નડે, મહિનો નડે, તહેવાર નડે, એ પતે એટલે સાયલન્સર વાળા ગ્લાસથી (પ્લાસ્ટિકના) ચિયર્સ કરવાનું શરૂ.
અમે તો માનીયે છીએ કે સૂર્યના પ્રકાશમાં જેટલી ઉર્જા છે.તેનાથી ચંદ્રમાંની ચાંદનીમાં જબરજસ્ત ગાઠસંબંધો વિકસાવવાની શક્તિ છે. તાકાત છે. વીજળી વિના,મીણબત્તી, ફાનસ, તાપણું કે મોબાઈલની લાઇટનો પ્રકાશ માં અમારુ કામ હોંશે હોંશે થઈ જાય.
હા ! અમે ચામાચીડિયા-ઘુવડની પ્રજાતિ ના માણસો આંખ કાન ખુલ્લા રાખીને અડોશ પાડોશ માં જોશો તો અમને ઓળખવામાં તસ્દી નહિ લેવી પડે. તમારે પણ અધરાતે,મધરાતે કંઈ કામ પડે તો હોંકારો નાંખજો એકાદ ચામાચીડિયું તો તમારી વ્હારે થાશે જ તમને શુભરાત્રિ, અમે તો ગુડ મોર્નિંગ કરીને છુટા પડીશું.