ચાલવાની ગતિમાં બદલાવ કરતા રહેવાથી વધુ કેલરી ખર્ચાય

New Update
ચાલવાની ગતિમાં બદલાવ કરતા રહેવાથી વધુ કેલરી ખર્ચાય

શરીરને કસરત પુરી પાડવા માટે નિયમિત ચાલવાની સલાહ આપવામાં આવે છે. જો રોજના જેટલો સમય જ ચાલીને વધુ઼ કેલરી બર્ન કરવી હોય તો ગતિમાં બદલાવ કરતા રહેવો જોઇએ. આ અંગે નિષ્ણાંતોનુ કહેવું છે કે સ્‍પીડમાં વેરિએશન રાખવાથી ર૦ ટકા જેટલી વધુ કેલરી બર્ન થાય છે. ચાલવાથી કેલરીનું એનર્જીમાં રૂપાંતર થવાની ચયાપચયની ક્રિયામાં કેવો બદલાવ આવે છે એ વિશેનો પ્રયોગ જણીતી યુનિવર્સિટીના એન્‍જિનિયરીંગના વિદ્યાર્થીઓએ કર્યો હતો.

અત્‍યાર સુધી એકધારી ગતિમાં ચાલવાથી કેવા શારીરિક બદલાવો થાય છે એ જ નોંધાયું છે. આ સંદભઁ માટેના પ્રયોગમાં અલગ-અલગ સ્‍પીડમાં ચાલવાથી મેટાબોલિક રેટમાં વધ-ઘટ થતી હોવાનું નોંધાયું હતું. કોઇ વ્‍યકિત કોઇપણ ક્રિયા એકધારી રીતે કરતી નથી હોતી. જયારે શરીરની ગતિ એકધારા પણુ સેટ કરી લે ત્‍યારે એનર્જીની જરૂરિયાત પણ ઘટી જાય છે.

જેમ ગાડી એકધારી ગતિએ ચલાવવાથી ઓછું ફયુઅલ બળે છે. પણ ચાલુ કરતી કે સ્‍પીડ વધારતી વખતે વધુ ફયુઅલ બળે છે. બ્રેક માર્યા પછી ફરી ગતિ મેળવવા અથવા તો ગતિમાં ચેન્‍જ કરવાથી વધારે ફયુઅલ વપરાય છે એમ જ ચાલવાની બાબતમાં પણ બોડીની એનર્જીની જરૂરીયાત સરખી જ હોય છે. રિસર્ચરોએ પાર્ટિસિપન્‍ટ્‍સને ટ્રેડમિલ પર અડધો કલાક ચલાવ્‍યા હતા અને એ દરમ્‍યાન ગતિમાં ત્રણથી ચાર વખત બદલાવ કરવાથી રોજ કરતાં ર૦ ટકા વધુ કેલરી બર્ન થઇ હોવાનુ કહેવય છે.

Latest Stories