ચીયર્સ

New Update
ચીયર્સ

ગુજરાત સમાચારની કટાર 'બુધવારની બપોરે' ના કટારલેખક અશોક દવે એ લખેલું: વાત વાતમાં નવી નવી ઓળખાણ થઈ હોય એ મહાશયને પૂછવાનું, ''તમે લો છો.?'' એ જો હકારમાં માથું હલાવે તો એની સાથેની ઓળખાણ ટેન્શનલેસ. ''(વાક્ય રચના મારી સ્મૃર્તિ પ્રમાણે લખી છે, મૂળ શબ્દો તો બે, પાંચ હતા) શુભ હોય કે અશુભ લેવાની પ્રથા સૌ ના વિકાસ સાથે વિકસતી જાય છે. જન્મદિનની ખુશાલી હોય કે વાસ્તુપૂજન એક જ શબ્દો સંભળાય. પાર્ટી ક્યારે? પાર્ટી એટલે પીવાનું. પાર્ટીમાં એકાદ બે નબીરા ગજા બહારનું પિયે અને પાર્ટીની મઝા બગાડે, પાર્ટીને યાદગાર બનાવે.

ગરવી ગુજરાતમાં નશાબંધી છે. કરોડો રૂપિયાનો દારૂ પકડાય, ગામ કે શહેરના છેવાડે એની પર રોલર ફેરવીને નાશ થયાના સમાચાર બને, અને એનાથી બમણો દારૂ પીનારાના પેટમાં ઠલવાય. પૂજ્ય બાપુ મોહનચંદ કરમચંદ ગાંધીના કાર્યોથી અત્યંત પ્રભાવિત છું, છતા દારૂબંધી એમના નામે આટલા વર્ષો સુધી ગુજરાત રાજ્યમાં છે, અને હવે તો બીજા રાજ્યો પણ અનુસરી રહ્યા છે, બિહાર, કેરાલા ત્યારે આવો આકરો નિર્ણય લેનારા પર હસવું આવે છે. જેને પીવું છે એને પીવા દો. લાખો કરોડો રૂપિયા જે તે રાજ્ય ગુમાવે છે. દેશીદારૂને બદલે રાજ્ય સરકાર દારૂ વેચે એવુ હજારો માનનારામાં હું પણ સુર પુરાવું છું.

પુરુષોનો દારૂ પીવાનો ઈજારો રહ્યો નથી. મહિલાઓને મઝા પડે એવું પીણું છે. માત્ર ગળથુથીના સંસ્કાર આડે આવે છે, એટલે એ બધા ગુજરતની બહાર જીન વોડકા બેકાર્ડીબ્રિજરથી એકાદવાર તો દાઢ ગળતી કરતા હોય છે.

લગ્નના રિસેપ્શનની દરેક પાર્ટીમાં બુફે ડિનરની પાછળના પડદે ડ્રિન્ક પાર્ટી થાય છે. કેટલાક પત્ની, પરિવારને ડીશ હાથમાં પકડાવી ગુમ થાય અને એકાદ બે પેગ મારી ડાહ્યાડમરા પરિવાર સાથે જોડાય જાય, કેટલા કહીને જાય કે આવું છું, તું તારે જમી લે એકાદ ટેન્ટમાં પત્ની કે પરિવાર બધાજ મઝા માણે છે.

પીવાની મઝા એ પીનારાજ જાણે. જે પીતા નથી, એને હજાર રૂપિયાની બોટલ અને ગટરમાં પડેલો દારૂડિયો બન્ને સરખાજ લાગે માપસરનું અને માફકસરનું પીનારા જ દારૂની ઈજ્જત જાણે છે ચીયર્સ.

Latest Stories