ચોમાસાની ઋતુમાં ફેશન માટેની ટિપ્સ

New Update
ચોમાસાની ઋતુમાં ફેશન માટેની ટિપ્સ

ચોમાસાની ઋતુમાં મોટેભાગે યુવતીઓ ફેશન કરવાનું ટાળતી હોય છે. પરંતુ આ રોમાન્ટિક ઋતુમાં ફેશન કરવાનું ચૂકશો નહી. અહીં ચોમાસાની ઋતુ માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેને અનુસરીને તમે વરસાદના દિવસોમાં પણ આકર્ષક દેખાઇ શકો છો.

monsoon-fashion

ચોમાસામાં શું પહેરવું તે જ મોટી સમસ્યા હોય છે. ચોમાસામાં કેપ્રી અને શોર્ટસ પહેરવાનું વધારે અનૂકુળ રહે છે. તેની પર તમે કલરફુલ ટોપ્સ પહેરી શકો છો. બાકીની ઋતુમાં કરતા ચોમાસાના આહલાદક વાતાવરણમાં કલરફુલ ટોપ્સ વધારે સારા લાગે છે.monsoon-style-1

ટોપ્સ અને કેપ્રી કે શોર્ટસ સાથે તમે ચોમાસા માટે મળતા રંગીન જૂતા પહેરી શકો છો. જે તમારા ડ્રેસિંગને પરફેક્ટ મેચ કરે છે. તેમાંય જો એક સરસ મજાની રંગીન અમ્બ્રેલા સાથે હોય તો પૂછવું જ શું. તો આ ચોમાસામાં તમે પણ પરફેક્ટ ફેશન દ્વારા મિત્રોમાં છવાઇ જવા તૈયાર રહો.

Latest Stories