/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13182844/maxresdefault-157.jpg)
છોટાઉદેપુરમાં ફરી એકવાર રેતી
માફિયાની દબંગગીરી સામે આવી છે. ફેરકુવા
ચેકપોસ્ટ ઉપર ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો સામે કાર્યવાહી કરતા ત્રણ RTOના અધિકારીઓ ઉપર રેતી માફિયાએ કથિત હુમલો કરી જાનથી મારી
નાખવાની ધમકી આપી ભેદી ધડાકાઓ કરી બાનમાં લેવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે.
રાજ્યની સરહદે આવેલ છોટાઉદેપુર
જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ સહિતની નદીઓમાંથી સફેદ રેતીનો મોટા પાયે ગેરકાયદેસર
રીતે ખનન થઇ રહ્યું છે. ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે ઓવેરલોડ રેતી ભરી ટ્રકો રોડ ઉપર
દોડી રહી છે. ગત
૧૧મી તારીખની રાત્રે છોટાઉદેપુર RTO કચેરીના ત્રણ સહાયક મોટર વાહન
નિરીક્ષક મધ્યપ્રદેશની સરહદે રંગપુર પોલીસ મથકની હદમાં આવેલ ફેરકુવા ચેકપોસ્ટ પાસે
ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમ્યાન ત્યાંથી ઓવરલોડ રેતી ભરીને પસાર થતી ત્રણ ટ્રકોને રોકી ફેરકુવા ચેકપોસ્ટ
સંકુલમાં લાવી મેમો આપવાની કાર્યવાહી કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ ફોર્ચ્યુંનર ગાડી લઈને આવેલ એક રેતી માફિયાએ RTO અધિકારીઓને બેફામ ગાળો બોલી
જાનથી મારી નાખવાની ધમકી આપી RTO અધિકારીઓએ પકડેલી એક ટ્રકને
ભગાડી મૂકી હતી. ત્યારબાદ થોડી દુર જઈ ગાડી થોભાવી ત્યાં ભેદી ધડાકાઓ કરી અધિકારીઓને ડરાવી બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે અજાણ્યા રેતી માફિયા
સામે રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જીલ્લામાં અકલ્પનીય
પ્રમાણમાં સફેદ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ભૂતકાળમાં જીલ્લા કલેકટર, મામલતદાર મીડિયા સહીત ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઉપર જીવલેણ હુમલાના
બનાવો બની ચુક્યા છે. દિન પ્રતિદિન માફિયાઓની દબંગીરી વધી રહી છે, છતાં આવા માફીયાઓને ડામવામાં
તંત્ર કેમ કોઈ નક્કર પગલા નથી લેતું તે એક મોટો સવાલ છે.