જંબુસર : નાડામાં ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો

New Update
જંબુસર : નાડામાં ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા નાડા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઉજાસ ભણી કાર્યક્રમની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી .આ પ્રસંગે કાવી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચંપકભાઇ પુવારે બાળકોના શોષણ અટકાવવાના કાયદાનું, યુવતીઓ અને સ્ત્રીઓને રક્ષણ પુરું પાડતા કાયદાઓની વિસ્તૃત અને વિગત સભર માહિતી આપી હતી.

જંબુસર આર્ટ્સ અને કોમર્સ કોલેજના અધ્યાપક રણજીતભાઇ સોલંકીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તરૂણાવસ્થા અને તેના પડકારો તેમજ મનોભાર દૂર કરવાના ઉપાયો વિશે દ્રષ્ટાંત સભર માહિતી પુરી પાડી હતી. ટંકારી સી.એચ.સીના જયવંતીબેન પરમારે સ્ત્રીઓને ભિન્ન ભિન્ન શારીરિક સમસ્યાઓની ચર્ચા કરી હતી.

જંબુસર કોર્ટના વકીલ રવિન્દ્રભાઇ ગોહિલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોના શોષણ વિરુદ્ધના કાયદાઓ ,યુવતીઓને સલામતી પૂરી પાડતા કાયદાઓને સવિસ્તૃત ચર્ચા કરી હતી.શાળાના ઇન્ચાર્જ આચાર્ય દિપિકાબેન પટેલે પધારેલ તજજ્ઞોને સ્મૃતિરૂપે પુસ્તક ડાયરીની ભેટ આપી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાની એસ.એમ.ડિ.સી કમિટીના સભ્યો, વાલીઓ અને ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories