જમણો પગ

New Update
જમણો પગ

એક શાળા. એમાં પાણીવાળી અને ઝાડુપોતા કરનારીનું નામ યશોદા ત્રણ દાયકા પહેલાની આ વાત છે.

શાળામાં એક નળ, એમાંથી ઘડો ભરીને સ્ટાફરૂમમાં, વિદ્યાર્થીઓ માટે પીવાની પાણીની ટાંકી માં પાણી રેડવાનું. સપ્તાહમાં બે ત્રણ વાર યશોદા પગથિયું ચુકી જાય, પગ ડાકો પડે, ઠોકર વાગે અને માથે પાણી ભરેલો ઘડો શાળાની લોબીમાં ઢોળાય જાય. આચાર્ય યશોદાને ટોકે, રાતની પોટલી ઓછી કર સવારે સુધી તું ભાનમાં આવતી નથી.

આ પોટલી તારો એક દિવસ જીવ લેશે યશોદા મોં મચકોડે, છણકો કરતા કહે,’’ સા'બ પોટલી ન પીવીએ તો આ મોંઘવારીમાં જીવી કેમ ના શકીએ ? યશોદાના પરિવાર નું સોશ્યલ ડ્રિન્ક પોટલી, પતિ નશામાં ચકચૂર, છોકરો જુવાન એટલે એ બાટલીના રવાડે ચઢેલો. ઉંમરલાયક થયેલો એટલે ડાળીએ વળગાડ્યો. રુમઝુમ કરતી વહુ આવી અઢી વર્ષ માં બે સંતાનને જન્મ આપી ઘર ભરેલું ભરેલું કરી નાખ્યું આખા કુટુંબનો ભાર યશોદાના શિરે કાયમી નોકરી હોવા છતાં પતિ, પુત્ર પુત્રવધુ અને બે ટાબરિયાનો ખર્ચ, બે છેડા ભેગા કરતી યશોદાને નવ નેજા પાણી ઉતરે.

એક રાતે યશોદાનો પીત્તો આસમાને પહોંચ્યા. વહુને કહે, ‘‘આજથી તારે મારી સાથે પથારીમાં સુવાનું, છોકરાં સાથે’’. પુત્રને કહે ‘‘તારે ઓટલા પર, ઠંડી લાગે તો લૈ આ ગોદડી,’’ યશોદાની બહેનપણી સવિતાને આ વાતની ખબર પડી એણે બળતા માં ઘી હોમ્યું.’’ અલી, યશુ તું પોટલી મારીને સૂતી હોય ત્યારે તારા નશકોરા મારા ઘેર સંભળાય છે, તે તું એમ માને છે કે તારી બાજુમાં સુતેલી વહુ સખણી રહેતી હશે ! અને તારો છોડો અઢી વર્ષામાં બે છોકરાંઓનો બાપ બની ગયો, તોખાર છે, તોખાર.’’

યશોદા એ રાતે એક દોરડું લીધુંને પોતાના જમણા પગે અને વહુના ડાબા પગે બાંધી દીધું. હવે જોવું કે બન્ને જણા કેમના ભેગા થાય છે.

વિસ દિવસ પછી આચાર્યને યશોદા કહે, ‘’સાહેબ, બે દિવસની રજા આપો મારા બદલે સવિતા પાણીપોતું કરશે. આચાર્ય એ પૂછ્યું, ‘‘કેમ’’? “સાહેબ એ હું આવીને કહીશ’’. યશોદા આટલું કહીને ચાલી ગઇ.

ત્રીજા દિવસે યશોદા નોકરી પર આવી આચાર્યની ઓફિસમાં પાણી રેડવા આવી, એટલે આચાર્યને યાદ આવ્યું, એમણે પૂછ્યું, “યશોદા કેમ બે દિ’ ની રજા પર હતી. ઘરમાં બધું ઠીકઠાક તો છે ને ?’’ યશોદા કપાળ પર હાથ ઠોકતાં બોલી, “શુ કહું સાહેબ સિવિલમાં ટેસ્ટ કરાવ્યો તો ભોપાળું નીકળ્યું. ઓલીનો પગ ફરી ભારે છે. આચાર્યથી હસવું રોકાયું નહિ પણ તું તો એના પગને દોરડું બાંધીને બાજુમાં સુવાડતી’તી ને!’’

સાહેબ, આ અક્કલ બુઠ્ઠી પોટલી મારીને સુઈ જાય, ડાબે પગે પણ પેલીનો જમણો પગ તો છૂટો રહે ને એમાં બન્ને ખેલખેલી ગયા.

Latest Stories