જાણો કેવો રહેશે તમરો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમરો આજનો દિવસ

મેષ :- તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. મિત્રો મહત્વના છે, પણ આજે તમારૂં સ્ટેટસ બિઝી એમ રાખજો, કેમ કે આજે કામના સ્થળે તમારો દિવસ અતિવ્યસ્ત જવાનો છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથી સાથેની તકરારને કારણે તમને લાગણીના તબક્કે કદાચ એવું લાગશે કે લગ્નનું બંધન નબળું પડી ગયું છે.

વૃષભ :- કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક ચોક્કસ જ ગુમાવો છો. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે. પૂરી સમજ અને જાણકારી બાદ જ કોઈને મિત્ર બનાવો. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. જો તમે યોગ્ય સમયે ધ્યાન નહીં આપો તો,તમારા જીવનસાથીની આક્રમકતા સાથે પનારો પાડવાનું આજે મુશ્કેલ બની શકે છે.

મિથુન :- તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. વધુ પડતો મૈત્રીપૂર્ણ વ્યવહાર ધરાવતા અજાણ્યા લોકોથી યોગ્ય અંતર રાખો. રૉમાન્સમાં તમારા મગજનો ઉપયોગ કરજો કેમ કે પ્રેમ આંધળો હોય છે. કામના સ્થળે આજે આખો દિવસ તમારામાં ઉત્સાહનો અભાવ રહેશે. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારૂં ડ્રેસ મટિરિયલ ખરીદશો. આજે સમય ખરેખર મુશ્કેલ છે. કામ પર જતા પહેલા તમારી જાતને સંભાળજો.

કર્ક :- ધ્યાન તથા સ્વયં-સમજ લાભદાયક પુરવાર થશે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો.

સિંહ :- બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ ઘટાડવા રૅડ વાઈનની મદદ લઈ શકે છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને-તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. તમારી ખાસિયતનો ઉપયોગ તમારા વ્યાવસાયિક અંતરાયો દૂર કરવા માટે કરો.તમારો નાનકડો પ્રયાસ સમસ્યા કાયમ માટે સૂલઝાવી શકે છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો. પણ દિવસના અંતે બધું જ સમૂસુતરૂં પાર પડશે.

કન્યા :- આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. તમને કદાચ એવું લાગશે કે તમારા સહકર્મચારીઓ તમને ખાસ ટેકો આપી રહ્યા નથી, પમ આજે તમે ધીરજ ખોતા નહીં. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગિની સાથે સુંદર સમય વિતાવશો.

તુલા :- ધારે પડતો પ્રવાસ તમને ઝનૂન પર લાવી મુકશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. તમારા સપનાં સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. કામના સ્થળે પરિસ્થિતિ વિચિત્ર થઈ શકે છે, તમે અમુભવશો કે બધું જ તમારી વિરૂદ્ધ જઈ રહ્યું છે. આમ છતાં, એ સાચું નહીં હોય. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.

વૃશ્ચિક :- તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવવો રહ્યો. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે-તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે.

ધન :- સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે-પણ તમારા નાની-નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો. સખત મહેનત અને ધીરજ દ્વ્રારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.

મકર :- તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે.

કુંભ :- આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

મીન :- બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે. લોકો તમને નવી આશાઓ તથા સપનાં આપશે-પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. નોકરી બદલવાથી મદદ મળશે. તમે તમારી વતર્તમાન નોકરી છોડી તમને વધુ માફક આવે એવા માર્કેટિંગ જેવા નવા ક્ષેત્રમાં આગળ વધશો. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે.

Latest Stories