જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) . પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે. પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે. યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. તમારી હિંમત પ્રેમ અપાવશે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા.

વૃષભ (બ,,ઉ) - માતા-પિતાની તબિયત ચિંતા કરાવી શકે છે. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. તમારૂં જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે. તમારૂં અનિશ્ચિત વર્તન તમારા પ્રિયપાત્ર સાથેના વિખવાદનું કારણ બની શકે છે. તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આજે તમારી તરફ આવતા દરકે સૂચનો અને ટીકાઓનો તમે સ્વીકાર કરશો, જે પરિણામે તો તમારા મિજાજને બગાડી મુકશે.

મિથુન (ક,,ઘ) સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે તમારે કદાચ હૉસ્પિટલની મુલાકાત લેવી પડે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો.

કર્ક (ડ,હ) તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમારૂં મોહિત કરનારો સ્વભાવ તથા ખુશનુમા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં તથા તથા સંપર્કો વધુ ગાઢ બનાવવામાં તમારી મદદ કરશે. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે.

સિંહ (મ,ટ) – તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે. પણ તમારે નાની ચણભણમાં મગજ પરનો કાબુ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વીતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે.

કન્યા (પ,,ણ) – માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. મિત્રો કદાચ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રૉજેક્ટમાં અનેક લોકોને સાંકળો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે, તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.

તુલા (ર,ત) ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં- તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય. તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે. તમારા બૉસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

વૃશ્વિક (ન,ય) આજનો દિવસ તમારા નસીબવંતા દિવસોમાંનો એક નથી આથી આજે તમારા શબ્દો વિશે સાવધાન રહો-કેમ કે એક સરળ વાતચીત આખો દિવસ ખેંચાઈ શકે છે અને બોલાચાલી તથા તાણભરી ક્ષણો સુધી ખેંચાઈ શકે છે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી-પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે.

ધન(ભ,,,ઢ) – રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે. આવા સંબંધીઓ મેળવવા બદ્લ તમે નસીબદાર છો. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે. તમારા કામમાં સમાન વિચારધારા ધરાવતા મિત્રોની મદદ લો. તેમની સમયસરની મદદ તમારી માટે મહત્વની તથા લાભકારક પુરવાર થશે. તબીબી ટ્રાન્સક્રિપ્શન માટે બહુ સારો દિવસ. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

મકર (ખ,જ) – તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં, કેમ કે આવું કરવાથી તમારી બીમારી વકરી શકે છે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. તમારા માતા-પિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે. હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેમના દૃષ્ટિકોણથી જોવાની કોશિષ કરો. તેઓ તમારી માવજત, પ્રેમ અને સમયને લાયક છે. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. તમે કામના સ્થળે તમારો મોબાઈલ ફોન તમારાથી દૂર નહીં રાખો તો, તમારાથી ગોટાળો થવાની શક્યતા છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.

કુંભ (ગ,,,ષ) – આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. તમારૂં વ્યગ્ર વર્તન તમારા ભાઈનો મૂડ બગાડી શકે છે. પ્રેમનું બંધન જાળવી રાખવા તમારે એકમેક માટે માન તથા વિશ્વાસ વિકસાવવાની જરૂર છે. તમારૂં પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદભુત આપશે. તમને કદાચ એવું લાગશે કે તમારા સહકર્મચારીઓ તમને ખાસ ટેકો આપી રહ્યા નથી, પમ આજે તમે ધીરજ ખોતા નહીં. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મુકશે.

મીન (દ,,,થ) - ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મુકીને સ્વાસ્થ પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ સામે આવવાની શક્યતા છે. પણ પરિવારના સભ્યોની મદદથી તમે આ સમસ્યાઓ ઉકેલી શકશો. આ બધું જીવનનો હિસ્સો છે અને તેનાથી કોઈ બચી શકતું નથી. સતત તડકો કે અંધકારની કાળાશ કોઈનાય જીવનમાં હંમેશાં રહેતી નથી. આજે પ્રેમના અતિઆનંદમાં તમારાં સપનાં અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. એક મુશ્કેલ તબક્કા બાદ, આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચયર્યચકિત કરી જશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article