જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) .બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજે તમારા કામની સરાહના થશે.

વૃષભ (બ,,ઉ) - જૂના મિત્ર સાથે પુર્નમિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે.

મિથુન (ક,,ઘ) બહાર જવું-પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સાર-સંભાળ આપશે. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા.

કર્ક (ડ,હ) ખિન્ન તથા નિરાશ ન થાવ. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે, અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે..

સિંહ (મ,ટ) – આજનો દિવસ તમારા નસીબવંતા દિવસોમાંનો એક નથી આથી આજે તમારા શબ્દો વિશે સાવધાન રહો-કેમ કે એક સરળ વાતચીત આખો દિવસ ખેંચાઈ શકે છે અને બોલાચાલી તથા તાણભરી ક્ષણો સુધી ખેંચાઈ શકે છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. પરિવારની જરૂરિયાતો તરફ ર્દુલક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો. આજે તમે પ્રેમાળ મૂડમા હશો-આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

કન્યા (પ,,ણ) – તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્તસ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જા વાળો. માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી. તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. એવો દિવસ જ્યારે તમારી માટે ખરાબ લાગણી ધરાવનારી વ્યક્તિ તમારી સાથેની ગેરસમજ દૂર કરવાનો તથા તમારી સાથે સમાધાન સાધવાનો પ્રયાસ કરશે. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ, આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે.

તુલા (ર,ત) તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિનાકારણ તમે તેમને ખફા કરશો. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે.

વૃશ્વિક (ન,ય) તમારા લાંબા સમયની બીમારીના ઈલાજ માટે સ્મિત થૅરૅપીનો ઉપયોગ કરજો કેમ કે તે તમામ સમસ્યાની શ્રેષ્ઠ દવા છે. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. ઘરની જવાબદારીઓમાંથી છટકવું તથા નાણાં માટે કકળાટની અસક વૈવાહિક જીવન પર પડશે. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. તમારા જીવનસાથી આજે ખરેખર વિચિત્ર રીતે વર્તશે, જેનાથી તમને ઠેસ પહોંચશે.

ધન(ભ,,,ઢ) – જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં, એના કરતાંતેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાલશો. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.

મકર (ખ,જ) – ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત હશે. સમજદારીપૂર્વક રોકાણ કરો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

કુંભ (ગ,,,ષ) – અસુરક્ષિતતા/દિશાહિનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. ઘરની જવાબદારીઓ તથા નાણાં માટે કકળાટ આજે તમારા વૈવાહિક જીવનને કલુષિત કરી શકે છે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજે તમને સવારે કંઈક એવું મળશે, જે તમારા આખા દિવસને અદભુત બનાવી મુકશે.

મીન (દ,,,થ) - તબિયત પર ધ્યાન આપવું પડશે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મુકશે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે, પમ અઆજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article