જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) . માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. જિદ્દીપણું ન કરતા-કેમ કે એનાથી લોકો તમારાથી આસાનીથી છેડાઈ જશે. રૉમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય.

વૃષભ (બ,,ઉ) - માનસિક ભય તમને હતોત્સાહ કરી શકે છે. હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે.

મિથુન (ક,,ઘ) તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો. તેમની મદદને ગરિમાપૂણર્ણ રીતે સ્વીકારો. તમારે લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ. નિયમિત રીતે તમારી સમસ્યાઓ શૅર કરવાથી તમને મદદ મળશે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. ઘરને લગતી કેટલીક બાબતો તમારા મગજમાં ઘુમરાઈ રહી છે અને અસરકારક રીતે કામ કરવાની તમારી ક્ષમતાને નુકસાન પહોંચાડી રહી છે. તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવ ક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે.

કર્ક (ડ,હ) તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. વર્ચસ્વ જમાવવાનો અથવા કોઈક મુશ્કેલી ઊભી કરે એવી બાબતો શરૂ કરવાનો આ દિવસ નથી. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

સિંહ (મ,ટ) – મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો- આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રૉલ મૉડૅલ ગણે છે- વખાણ થાય એવા જ કાર્યો કરો- જે તમારી શાખમાં વધારો કરે. ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે.

કન્યા (પ,,ણ) – લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. રોમાન્સ રોમાંચક હશે-આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

તુલા (ર,ત) લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો. પણ સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો કેમ કે એ તમારી તાણ વધારી શકે છે-જ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. પોતાની જાત પર દયા ખાવામાં સમય વેડફશો નહીં, એના કરતાં જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને તમારી સામે બિનજરૂરી માગણીઓ મુકવા ન દેતા. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે, કામના સ્થળે આજે ધીરજ ખોતા નહીં.

વૃશ્વિક (ન,ય) તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા-તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. તમારા જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે.

ધન(ભ,,,ઢ) – તમારૂં સ્વાસ્થ્ય આજે શ્રેષ્ઠ નહીં હોય. આર્થિક મુશ્કેલીઓ ટીકા અને બોલાચાલી ભણી દોરી જશે-તમારી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા લોકોને ના પાડતા શીખો. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ પરિવારની શાંતિ તથા સ્વસ્થ વાતાવરણને ખોરવી નાખશે. પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે.

મકર (ખ,જ) – તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે.

કુંભ (ગ,,,ષ) – અજંપાની લાગણી તમને હતોત્સાહ કરી શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લાંબી વૉક પર નીકળી જાઓ અને ઊંડા શ્વાસ લો. તમારી હકારાત્મક વિચારસરણી તમને ખાસ્સી મદદ કરશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે-પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે. તમારો ખાસ મિત્ર તમારા આંસું લૂંછશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

મીન (દ,,,થ) - તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. તમે જો ઑફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે. તમારૂં પ્રિયપાત્ર આજે મુશ્કેલ મૂડમાં હશે. તમારૂં કઠોર વર્તન ટાળો, કેમ કે આ બાબત તમારી સારી દોસ્તીને બરબાદ કરી શકે છે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. તમારા જીવનસાથી તમારા પર શંકા કરે એવી શક્યતા છે, જે તમારા દિવસને ખરાબ કરી શકે છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article