જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) .વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે, આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મુકો. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. તમને જાણવા મળશે કે મિત્રો તથા સંબંધીઓ તમારી જરૂરિયાતો સમજી રહ્યા નથી-તમારા ઈમાનદાર પ્રયાસો તમારી જાતમાં કેટલાક ફેરફાર કરવા તરફ હોવા જોઈએ નહીં કે લોકો તમારી માટે બદલાય એ તરફ. કોઈક અયોગ્ય બાબત સાથે તમારી જાતને આજે સાંકળશો નહીં કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. આજે તમારા જીવનસાથી તમારી સાથે થડુંક વિચિત્ર વર્તન કરશે. તમારી ધીરજમાં ખલેલ ન પડવા દેતા

વૃષભ (બ,,ઉ) - તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ

મિથુન (ક,,ઘ) આજે તમને ઘેરી વળનાર લાગણીશીલ મૂડમાંથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો પડશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે.

કર્ક (ડ,હ) તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. પત્ની સાથે ઝઘડો માનસિત તાણ ભણી દોરી જઈ શકે છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી. આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે. આ બાબત તામારા સંબંધોને નબળા પાડશે.

સિંહ (મ,ટ) – તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. સ્કૂલ પ્રૉજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે. કશુંક ઉત્સાહજનક સોધી કાઢો.

કન્યા (પ,,ણ) – તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે-જો તમે તમારા પરિવારના સભ્યો સાથે સમય નહીં વિતાવો તો. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

તુલા (ર,ત) નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે.તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલ્કે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે. અચાનક કોઈકની સાથે ઓળખાણ વધારવાનું ટાળો કેમ કે તેનાથી પસ્તાવો થવાની શક્યતા છે. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. કેટલીક વાર તમારે તમારા સંબંધને કડવાશથી બચાવવા શાંતિ રાખવાની જરૂર રહે છે. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરી શકે છે.

વૃશ્વિક (ન,ય) તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરૂપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો.

ધન(ભ,,,ઢ) – આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિષ કરી શકે છે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે

મકર (ખ,જ) – તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને સાલશે. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. આજના દિવસને ખાસ બનાવવા માટે તમારા પરિવાર સાથે સાંજે કૅન્ડલ લાઈટ ડીનર માણો. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો.

કુંભ (ગ,,,ષ) – હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદો નહીં થાય. પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશુંક કરવું જોઈએ. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો. તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવ ક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.

મીન (દ,,,થ) - હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. ઘરમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ-સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઇ જશે, આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મુકશે.

Latest Stories