જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) .સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રૉમેન્ટિક દિવસ બગાડી નાખશે. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે.

વૃષભ (બ,,ઉ) - તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. તમારો ગુસ્સો આજે તમને કામના સ્થળે મુશ્કેલીભરી પરિસ્થિતિમાં ધકેલી શકે છે. શાંત રહેવાનો પ્રયત્ન કરજો. આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો-પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો. રોમેન્ટિક ગીતો, સુગંધી મીણબત્તીઓ, સારૂં ભોજન અને કેટલાક પીણાં, આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે.

મિથુન (ક,,ઘ) ખાતી-પીતી વખતે ચેતતા રહેજો. બેદરકારી તમને બીમાર પાડી શકે છે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને-તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારૂં કરી રહ્યા છો. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો.

કર્ક (ડ,હ) મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આર્થિક સ્થિતિ ચોક્કસ સુધરશે પણ પરિવારમાંના નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે તબીબી મદદની જરૂર પડશે. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો.

સિંહ (મ,ટ) – જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે.

કન્યા (પ,,ણ) – તમને કોઈક ખોટી માહિતી મળે એવી શક્યતા છે જે માનસિક તાણ લાવશે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારૂં સન્માન થશે. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

તુલા (ર,ત) તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો. આજે જેની અપેક્ષા હતી તેવા આર્થિક લાભ મળવામાં વિલંબ થશે. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. ગર્લફ્રૅન્ડ કદાચ તમને છેતરશે. આજે તમારા કામની સરાહના થશે. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો- તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય.

વૃશ્વિક (ન,ય) તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ એ નસીબવંત છો. તમારી કલાત્મક તથા રચનાત્મક ક્ષમતા સારી એવી સરાહના મેળવશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમારૂં લગ્નજીવન સુંદર વળાંક લેશે.

ધન(ભ,,,ઢ) – આલ્કોહૉલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. તમારૂં સ્વાસ્થ્ય અને શક્તિ આજે તમને કદાચ કામના સ્થળે મદદ નહીં કરે. તમારે આટલું જ કરવાનું છે, માનસિક રીતે સજ્જ રહો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.

મકર (ખ,જ) – વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જસો તો તમે આજે અનેક વિવધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે.

કુંભ (ગ,,,ષ) – તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચાશક્તિને મંદ પાડી દીધી છે. ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારા જેવા જ રસના વિષયો ધરાવતા લોકો સાથે તમે સંપર્કમાં આવો એવી પ્રવૃત્તિઓમાં તમારે સામેલ થવું જોઈએ. રૉમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. આજે જો તમે વિનમ્ર અને મદદરૂપ હશો તો તમને તમારા ભાગીદાર તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઊડી ગયો છે, તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો.

મીન (દ,,,થ) - તમારૂં સ્વાસ્થ્ય તથા દેખાવ સુધારવામાં તમારી મદદ કરે તેવી બાબતો તમારે કરવી જોઈએ. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article