જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે, કામના સ્થળે આજે ધીરજ ખોતા નહીં. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો, તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે.

વૃષભ (બ,,ઉ) - આજે તમને થાક લાગશે અને શક્યતા છે કે તમે સાવ નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ જશો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે. તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે રૉમાન્સને આજે ઓછું મહત્વ મળશે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમને તમારા જીવનસાથી દ્વારા ઠેસ પહોંચવાની શક્યતા છે.

મિથુન (ક,,ઘ) તમારા મિત્રો તથા પરિવારના સભ્યોને તમારૂં જીવન શ્રેષ્ઠ લાગે એવી શક્યતા છે-પણ હાલમાં જ બનેલી કેટલીક ઘટનાઓને કારણે તમે વ્યગ્ર હશો. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે. તમે જો શૉપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

કર્ક (ડ,હ) તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો. વ્યસ્ત સંયપત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો. તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો. તમારા પ્રિયપાત્રની બાહોંમાં તમને આરામ મળશે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે.

સિંહ (મ,ટ) – તમારૂં વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. બાળકો તથા પરિવાર પર આજે તમારૂં ધ્યન કેન્દ્રિત રહેશે. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વીતાવવો પણ જરૂરી છે.

કન્યા (પ,,ણ) – તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. આર્થિક સ્થિતિ ચોક્કસ સુધરશે પણ પરિવારમાંના નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે તબીબી મદદની જરૂર પડશે. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ, બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે, બધું જ એકમેકમાં સમાયેલું જણાશે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. પ્રેમ, ચુંબન, આલિંગન અને મજા, તમારા જીવનસાથી સાથે રોમાન્યનાં આ બધાં પાસાં અનુભવવાનો દિવસ છે.

તુલા (ર,ત) કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો. આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરિત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

વૃશ્વિક (ન,ય) તમારૂં ખરાબ વર્તન તમને જ ભારે પડશે. વિનમ્રતાની ટેવ પાડવાનો સમય આવી ગયો છે કારણ કે એક વિનમ્ર વ્યક્તિ કોઈપણ ટિપ્પણી કરતા પૂર્વે બે વખતા વિચાર કરશે અને જો તે આવું કરશે તો પણ ખૂબ જ કુનેહપૂર્વક તથા નજાકતથી કરશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.

ધન(ભ,,,ઢ) – તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે-સમય સાથે તમારા વિચારો બદલો. આ બાબત તમારા દૃષ્ટિકોણને વ્યાપક બનાવશે- તમારા વ્યકતિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. તમારી ગર્લફ્રૅન્ડ સાથે બિભત્સ ન થતાં. તમારી કલાત્મક તથા રચનાત્મક ક્ષમતા સારી એવી સરાહના મેળવશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે.

મકર (ખ,જ) – આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. તમે જો કામના સ્થળે તાણ માથા પર લેશો તો, એ બીજા કોઈને નહીં પણ તમને જ નુકસાન પહોંચાડશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે.

કુંભ (ગ,,,ષ) – કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. કેટલાક લોકો તમારા મગજ પર સવાર થઈ શકે છે એમની બસ અવગણના જ કરો. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે, કામના સ્થળે આજે ધીરજ ખોતા નહીં. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.

મીન (દ,,,થ) - તમારી જાતને એક હદ કરતાં વધુ થકવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખજો. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. તમારા ભાગે માતા-પિતાની તબિયત પ્રત્યે બેદરકારી ભયંકર પુરવાર થશે તથા તેમની બીમારી પણ લંબાશે. તુરંત આરામ માટે ફિઝિશિયનની સલાહ લો. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. તમે જો ખુલલું મન રાખશો તો કેટલીક સારી તકો તમારી સામે આવશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

Latest Stories