જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. તમને જેના પર વિશ્વાસ છે એવી કોઈક વ્યક્તિ તમને પૂરૂં સત્ય નહીં જણાવે-તમામ જાણકારી મેળવવા માટે થોડીક પૂછપરછ મહત્વની સાબિત થશે- પણ તમે જો ગુસ્સાથી વર્તશો તો તમે તમારો સંબંધ બગાડી બેસશો. વધુ પડતી સંવેદનશીલતા તમારો દિવસ બગાડી શકે છે-ખાસ કરીને તમે જ્યારે એ જાણશો કે તમારૂં પ્રિયપાત્ર અન્ય સાથે વધુ પડતી મિત્રતા રાખે છે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવન વિશે કડવાશ મહેસૂસ કરશે, તેની તરફ સંવંદનશીલ બનાવાનો પ્રયાસ કરજો.

વૃષભ (બ,,ઉ) - તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે. મોકળાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. હિંમત હારતા નહીં-નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. તમારા જીવનસાથીના સગાં-સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે.

મિથુન (ક,,ઘ) તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. તમારા દેખાવમાં તમે જે કેટલાક ફેરફારો કરશો તે તમારા પરિવારના સભ્યોને નહીં ગમે. પ્રેમ પ્રકરણમાં તમારી જીભને વશમાં રાખો, કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. આજે કામના સ્થળે તમને સોંપાયેલું કામ તમને કંટાળાજનક લાગશે, એવું કદાચ આળસને કારણે હોઈ શકે.

કર્ક (ડ,હ) લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. લગ્ન બાદ, પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો.

સિંહ (મ,ટ) – તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. પત્ની સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે. આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે.

કન્યા (પ,,ણ) – તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

તુલા (ર,ત) તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં. તમારા પ્રેમી કે પ્રેમિકાની બિનજરૂરી માગ સામે ઝૂકતા નહીં. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમે તમારા જીવનસાથી પર આજે શંકા કરશો જેને કારણે ઘરની શાંતિમાં ભંગ પડવાની શક્યતા છે.

વૃશ્વિક (ન,ય) વધુ પડતી ચિંતા તથા તાણ તમારા સ્વાસ્થ્યને બરબાદ કરી શકે છે.માનસિક સ્પષ્ટતા જાળવવા માટે તમારે મૂંઝવણ તથા હતાશા ટાળવી જોઈએ. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. આજે તમને ખબર પડશે કે જેના પર તમને હંમેશાં વિશ્વાસ હતો એ તમારા પ્રત્યે વફાદાર નથી ત્યારે તમને સૂગની લાગણી થશો. આજે કોઈક તમારા વખાણ કરશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો.

ધન(ભ,,,ઢ) – સ્વાસ્થ્ય સારૂં રહેશે. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. બાળકો સાથે મતભેદને કારણે બાલાચાલી થશે અને તેને કારણે હતાશા વધશે. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. સવારના સમયે પાવર-કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારાર જીવનસાથી તમારી મદદે આવશે.

મકર (ખ,જ) – તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. તમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે.

કુંભ (ગ,,,ષ) – તમારી સમસ્યા ઉકેલવા માટે તમારા મિત્રની મદદ લો. ભૂતકાળને ભૂલવામાં તથા તેને યાદ કરીને ગુસ્સે થવામાં કોઈ જ લાભ નથી કેમ કે એવું કરવાથી તમે તમારી માનસિક તથા શારીરિક શક્તિને ક્ષીણ કરવા સિવાય કશું જ નહીં મળે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

મીન (દ,,,થ) - કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો-પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે-તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે. તમારા પ્રિયપાત્રના મિજાજમાં અણધાર્યા તાનપલટા આજે વધશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમારૂં લગ્નજીવન મુશ્કેલ સમયમાંથી પસાર થાય એવી શક્યતા છે.

Latest Stories