જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) . તમારા શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જઈએ અન્યથા થાક તમારામાં નિરાશવાદ પેદા કરી શકે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. તમારો મિજાજ સારો ન હોવાથી આજે તમે ઑફિસમાં વિવાદ બની શકો છો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા વરિષ્ઠો આજે તમારી સાથે વધુ પડતું સખત વલણ અપનાવી રહ્યાનું તમને લાગશે કેમ કે તમે તમારા ફોર્મમાં નથી.

વૃષભ (બ,,ઉ) - આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની-નાની બાબતોમાં ચીડાઈ જશો. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે. વળી, આ લતમાંથી છૂટવા માટે આ સમય યોગ્ય પણ છે. યાદ રાખો લોઢું ગરમ હોય ત્યારે જ આપણે ઘા કરવો જોઈએ. તમારા પ્રિયપાત્રના મિજાજમાં અણધાર્યા તાનપલટા આજે વધશે. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારૂં લગ્નજીવન આજે મુશ્કેલ સમયમાંથી પસાર થશે.

મિથુન (ક,,ઘ) મોટી ઉંમરના લોકોએ તેમના સ્વાસ્થ્યની દરકાર લેવાની જરૂર. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા-પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો.

કર્ક (ડ,હ) તમારામાંની ઉચ્ચ ઊર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. આર્થિક મુશ્કેલીઓ ટીકા અને બોલાચાલી ભણી દોરી જશે-તમારી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા લોકોને ના પાડતા શીખો. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. ઑફિસમાં વિડિયો ગૅમ રમવી તમને આજે મોંઘી પડે એવી શક્યતા છે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે, પણ આજે તમે તમારા જીવનસાથીની અદભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.

સિંહ (મ,ટ) – વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હૅલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. તમારી મુલાકાતે આવેલા સંબંધીઓ તમે કલ્પના કરી છે એના કરતાં સારા નીકળી શકે છે. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. તમારા ગરમ મિજાજને કારણે કામના સ્થળે તમારા વિકાસ પર આજે પ્રતિકૂળ અસર થઈ શકે છે, ધીરજ ગુમાવતા નહીં. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

કન્યા (પ,,ણ) – આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિષ કરશે-કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરૂદ્ધ કામ કરી રહી છે-ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ-તમે જો ખરેખર મામલાને અંજામ જ આપવ માગતા હો તો સમજાવટથી મામલો પતાવવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઈઝ આપશે.

તુલા (ર,ત) તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારા જીવનસાથીની સંગતમાં રાહત-આરામ તથા પ્રેમ શોધો. તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. સોશિયલ મિડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્ચવિક્તાઓ તમારી સામે આવશે.

વૃશ્વિક (ન,ય) તમારા પરિવારના હિતોની વિરૂદ્ધ હોય એવું કોઈ પગલું ન લેતા. તમે તેમના મંતવ્યો સાથે સહમત ન પણ થતાં હો, પણ તમારૂં વર્તન ગંભીર સમસ્યા સર્જી શકે છે. તમારે તમારી યોજનાઓ એ રીતે અમલમાં મૂકો જેથી તે અન્યો માટે માર્ગદર્શક પ્રકાશ બની શકે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તેમના ઘરે બોલાવશે. માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે, તમારી જીવનસંગિની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે.

ધન(ભ,,,ઢ) – તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.

મકર (ખ,જ) – ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. કેટલાક લોકો તમારા મગજ પર સવાર થઈ શકે છે એમની બસ અવગણના જ કરો. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફલતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે.

કુંભ (ગ,,,ષ) – ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂડમાં હશે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે.

મીન (દ,,,થ) - પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. કેટલાક અણધારી સમસ્યાઓને કારણે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચશે. પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સમય બધું જ ઉકેલી નાખશે. અત્યારે સમયની જરૂરિયાત છે કે તમે આ બધાને હળવાશથી લો. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article