જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. તમે તમારા રૉમાન્સ સાથે બહુ ખરાબ રીતે ઘર્ષણમાં ઉતરશો અને આ બાબત તમને છિન્નભિન્ન કરી મુકશે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. આસપાસની બધી જ બાબતો કામના સ્થળે તમને પડકારવાના મૂડમાં જાય છે, દૃઢતા જાળવી રાખજો.

વૃષભ (બ,,ઉ) - બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે. આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તેમને પ્રેરણા આપશે. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના, એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો.

મિથુન (ક,,ઘ) આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની-નાની બાબતોમાં ચીડાઈ જશો. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો.

કર્ક (ડ,હ) વધુ પડતો શ્રમ લેવાનું ટાળો કેમ કે એ તમને તાણ અને થાક તરફ દોરી જશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. પારિવારિક જવાબદારીઓ વધશે, તમારા મગજ પર તાણ વધશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે.

સિંહ (મ,ટ) – કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો-પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે-તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફૂલ્લતા લાવશે. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

કન્યા (પ,,ણ) – શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

તુલા (ર,ત) - તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમને ખુશ રાખવા તમારા બાળકો તેમનાથા બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે. આજે તમારા પ્રિયપાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.

વૃશ્વિક (ન,ય) કોઈ ઝઘડાળુ વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂડ બગડી જશે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. સૅક્સ અપીલ વાંછિત ફળ આપશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

ધન(ભ,,,ઢ) – મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજે પ્રેમના અતિઆનંદમાં તમારાં સપનાં અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. તમારા જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે.

મકર (ખ,જ) – આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો. આજે જેની અપેક્ષા હતી તેવા આર્થિક લાભ મળવામાં વિલંબ થશે. બાળકો કેટલાકજબરજસ્ત સમાચાર લાવી શકે છે. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમે જો તમારી જીવનસંગિનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિંયત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે.

કુંભ (ગ,,,ષ) – ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી. ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે..

મીન (દ,,,થ) - તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારૂં જીવન મુશ્કેલ બનાવી દેશે. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે.

Latest Stories