જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) . બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે-જે તમારો ગુસ્સો વધારી મુકશે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઊર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો. પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં. તમારૂં પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. સફળતા ચોક્કસ જ તમારી છે- જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.

વૃષભ (બ,,ઉ) - બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ પરિવારની શાંતિ તથા સ્વસ્થ વાતાવરણને ખોરવી નાખશે. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. વરિષ્ઠો તરફથી સહકાર અને કદર તમારૂં મનોબળ અને આત્મવિશ્વાસ વધારશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

મિથુન (ક,,ઘ) આલ્કોહૉલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો. તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો. રૉમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. લોકોનો ચંચૂપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.

કર્ક (ડ,હ) તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે. યાદ રાખો બૂરાઈનો વહેલો મોડો અંત થાય જ છે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. સાંજના સમયે એકાએક મળેલા સારા સમાચાર આખા પરિવાર માટે ખુશી તથા હર્ષોલ્લાસ લાવશે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે-તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી-કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે-જો-કોઈ-વિચિત્ર કારણસર-સમસ્યા સર્જાઈ-તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો.

સિંહ (મ,ટ) – તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. વધારાનું જ્ઞાન તથા કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે જો તમે તમારો વધારાનો સમય તથા શક્તિ રોકશો તો તમને તેનાથી ખૂબ લાભ થશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.

કન્યા (પ,,ણ) – તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સાર્મથ્યમાં જબરજસ્ત વધારો કરશે. આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવા નો ઉત્સાહ પૂરો પાડશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પાર્ટીમાં આજે કોઈ તમને મજાકનું કેન્દ્ર બનાવી શકે છે. પણ કોઈ કઠોર પ્રતિક્રિયા આપવાથી દૂર રહેવા માટે તમારા બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરો-જેથી તમે કોઈ મુશ્કેલીમાં ન મુકાઈ જાવ. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહ-કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે.

તુલા (ર,ત) - તમારૂં સંતાન પરિક્ષામાં સારો દેખાવ ન કરી શકે તો તેને ઉતારી પાડતા નહીં. એના કરતાં આગળની પરિક્ષામાં સારો દેખાવ કરવા માટે તમારે તેનો ઉત્સાહ વધારવો જોઈએ. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકસમાન હોતા નથી. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. માતા-પિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. આજે તમારો મિજાજ આખો દિવસ ખરાબ રહેશે, જેની અસર તમારા કામની ગુણવત્તા પર પડી શકે છે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો.

વૃશ્વિક (ન,ય) તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. પારિવારિક તાણને ગંભીરતાથી લેજો. પણ બિનજરૂરી ચિંતા તમારી માનસિક તાણમાં ઓર વધારો કરશે. તમારા પરિવારના સભ્યો સાથે આ બાબતનો ઉકેલ તરત લાવવાનો પ્રયાસ કરજો તથા તમારી જાતને તાણ સાથે પનારો પાડવા માટે તૈયાર કરજો. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફલતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગિની સાથે સુંદર સમય વિતાવશો.

ધન(ભ,,,ઢ) – રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. બાળકોને કારણે અસંતોષ સર્જાઈ શકે છે, કેમ કે તેઓ તેમના મિત્રો સાથે વધુ સમય પસાર કરશે અને ઘર અથવા અભ્યાસ પર ઓછું ધ્યાન આપી રહ્યા છે. આજે આનંદની અનુભૂતિ થશે. વૅબ ડિઝાઈનર્સ માટે સારો દિવસ. તમારા ઝળકવાની શક્યતા છે આથી તમારૂં તમામ ધ્યાન કેન્દ્રિત કરો. કેટલાકને વિદેશ જવાની તક પણ મળી શકે છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથી સાથેની તકરારને કારણે તમને લાગણીના તબક્કે કદાચ એવું લાગશે કે લગ્નનું બંધન નબળું પડી ગયું છે.

મકર (ખ,જ) – માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ સામે આવવાની શક્યતા છે. પણ પરિવારના સભ્યોની મદદથી તમે આ સમસ્યાઓ ઉકેલી શકશો. આ બધું જીવનનો હિસ્સો છે અને તેનાથી કોઈ બચી શકતું નથી. સતત તડકો કે અંધકારની કાળાશ કોઈનાય જીવનમાં હંમેશાં રહેતી નથી. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રૉમેન્ટિક દિવસ બગાડી નાખશે. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે, તમારી ધીરજ ખોતા નહીં.

કુંભ (ગ,,,ષ) – તમે શું ખાવ છો તેની તકેદારી રાખો. રસ્તા પરનું ખાણું ખાવાનું ટાળો. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા-પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. તમારા માતા-પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. લાંબા સમયથી તમને ઝકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે-લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

મીન (દ,,,થ) - તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. તમારા એક સારા કામને કારણે, કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા લગ્નજીવનનો આ સૌથી મુશ્કેલ દિવસ હોઈ શકે છે, સજાગ રહેજો.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article